લક્ષ્મી વિલાસ બેંક સંકટ દુર થશે ?

0
21
Share
Share

કેન્દ્રિય બેંક રિઝર્વ બેંકે આખરે મુશ્કેલી એ સંકટમાં ફસાયેલી ચર્ચાસ્પાદ લક્ષ્મી વિલાસ બેંકને ઉગારી લેવા અને બચાવી લેવા માટેની તૈયારી કરી છે. આના કારઁણે જ રીઝર્વ બેંકે હવે લક્ષ્મી વિલાસ બેંકના બોર્ડને દુર કરી દીધા બાદ કારોબાર સાથે જોડાયેલા અને નિષ્ણાંત ટીએન મનોહરનની નિમણૂંક વહીવટીકાર તરીકે કરી દીધી છે. મનોહરનની લક્ષ્મી વિલાસ બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તમામ નિષ્ણાંતો અને કારોબારી સારીત રીતે જાણે છે કે મનોહરને વિતેલા વર્ષોમાં આવા જ સંકટમાં રહેલા સત્યમ કોમ્પ્યુટરને પણ ઉગારી લેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. જેથી તેંમની નિમણૂંક કરવામાં આવ્યા બાદ નવી આશા જાગી છે. મનોહરન કેનેરા બેંકના બિન કારોબારી ચેરમેન તરીકે પણ રહી ચુક્યા છે. વર્ષ ૨૦૧૦માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે રીઝર્વ બેંકે ફરી એકવાર તેમના પર વિશ્વાસ મુકીને તમિળનાડુની ૯૪ વર્ષ જુની પ્રતિષ્ઠિત લક્ષ્મી વિલાસ બેંકને સંકટમાંથી ઉગારી  લેવા માટે કમર કસી છે. પ્રોફેશનની દ્રષ્ટિએ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ રહી ચુકેલા મનોહરન ૨૦૦૬-૦૭માં ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્‌ટસ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે રહ્યા હતા. તમામ લોકો સારી રીતે જાણે છે કે જ્યારે સત્યમ કોમ્પ્યુટર કોંભાડના કારણે દેશ હચમચી ઉઠ્યુહતુ ત્યારે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં તેઓ સફળ રહ્યા હતા. એ વખતે તેમને સત્યમના બોર્ડમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. મનોહરન અનેક મોટી અને ચાવીરૂપ ભૂમિકા અદા કરતી સમિતીઓમાં સભ્ય તરીકે રહી ચુક્યા છે. વર્ષ ૨૦૦૬-૦૭માં ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના બોર્ડમાં સામેલ રહ્યા હતા. સાથે સાથે તેઓ એ ગાળામાં રિઝર્વ બેંક ઇન્ડિયા, સિક્યુરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા, કેંગ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સદ્વારા રચવામાં આવેલી સમિતીઓમાં તેઓ સામેલ રહ્યાહતા. આ ઉપરાંત મનોહરન ગવર્નિંગ કાઉન્સિલ ફોર સ્કીલ ડેવલપમેન્ટમા ંપણ સામેલ રહ્યાહતા. તેમની ઉલ્લેખનીય કામગીરીને કારણે તેમને કેટલાક એવોર્ડ બિઝનેસને લગતા મળી ચુક્યાછે. તેમને એનડીટીવી પ્રોફિટ દ્વારા ૨૦૦૯માં બિઝનેસ લીડરશીપ એવોર્ડ અને સીએનએન આઇબીએન  દ્વારા ઇન્ડિયન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાહતા. હવે મુશ્કેલીમાં મુકાયેલી લક્ષ્મી વિલાસ બેંકને સંકટમાંથી બચાવી લેવા માટે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મોટી જવાબદારી મળી ગયા બાદ મનોહરને માહિતી આપતા કહ્યુ છે કે લક્ષ્મી વિલાસ બેંકમાં જે પણ થાપણદારોના પૈસા પડેલા છે તે બિલકુલ સુરક્ષિત છે. કોઇને કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે રેગ્યુલેટર અથવા તો નિયામક દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની અંદર જ બેંકનુ ડીબીએસ બેંકમાં મર્જર થઇ જશે. આને લઇને કોઇ વિલંબ થશે નહીં. તમામ લોકો સારી રીતે આ બાબત પણ જાણે છે કે આરબીઆઇએ હાલમાં લક્ષ્મી વિલાસ બેંક પર  કેટલાક નિયંત્રણો લાગુ કરી દીધા છે. જેના ભાગરૂપે પ્રતિ ખાતા ૨૫૦૦૦ રૂપિયા ઉપાડવાની હાલમાં મંજુરી આપવામાં આવી છે. મનોહરને કહ્યુ હતુ કે ૧૬મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી તમામ મર્જર સાથે સંબંધિત બાબતને પૂર્ણ કરી લેવામાં આવશે, હાલમાં તો લક્ષ્મી વિલાસ બેંકના થાપણદારોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. આરબીઆઇ દ્વારા અંકુશો મુકવામાં આવ્યા બાદ થાપણદારોની ચિંતા વધી રહી છે. કેટલાક સમય સુધી નિયંત્રઁણો અમલી કરવામાં આવ્યા છે. લક્ષ્મી વિલાસ બેંક પર સંકટ આવ્યા બાદ તેની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. વિતેલા વર્ષોમા પણ અનેક બેંકોની સામે આ પ્રકારની નાણાંકીય આફત આવી ચુકી છે. લક્ષ્મી વિલાસ બેંક ખુબ જુની બેંક છે. જેથી તેમાં મોટી સંખ્યામાં થાપણદારોના પૈસા પણ છે. થાપણદારો  સંપત્તિને લઇન્િો ચિૅંતાતુર થયેલા છે. ખાતરી અપાઇ હોવા છતાં ચિંતા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here