લક્ઝુરિયસ કારની ઠગાઈઃ વેચનારનું મોત, ખરીદનારે હપ્તા ન ભરતા ફરિયાદ

0
23
Share
Share

અમદાવાદ,તા.૧૭

અમદાવાદમાં એક વ્યક્તિએ તેમની ૫ સિરીઝ બીએમડબ્લ્યુ કાર વેચી ખરીદનારને બાકીના હપ્તા ભરવાનું કહ્યું હતું. પણ આ દરમિયાન કાર વેચનારનું મોત થયું અને પછી કાર ખરીદનારે હપ્તા ભરવાનું બંધ કરતા બેંકે ઉઘરાણી મૃતકના પત્ની પાસે કરી હતી. મૃતકના પત્નીને આંચકો લાગ્યો કે, કાર ખરીદનાર હપ્તા પણ ભરતો નથી અને તેણે કોઈ બીજા વ્યક્તિ પાસે કાર ગીરવે મૂકી દીધી છે. હાલ આ સંદર્ભે મહિલાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

નારણપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી છેકે, તેમના પતિએ બેંકમાં લોન લઈને ૫૨૦ડી બીએમડબ્લ્યુ કાર ખરીદી હતી. જે કાર તેમણે ઓએલએક્સ પર વેચવા માટે મૂકી હતી. તે સમયે તેજશ શાહ નામના વ્યક્તિ તેમની કાર ખરીદવા માટે આવ્યો હતો. કાર વેચતી વખતે નક્કી થયા પ્રમાણે તેજસ શાહને બાકીના હપ્તા ભરવાના હતા અને જે અંગે વેચાણ કરાર પણ થયો હતો. પણ આ દરમિયાન કાર વેચનારનું મોત થયું અને તેજસ શાહે પણ પાછળથી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું.

બેંકમાંથી કારના હપ્તા માટે મહિલા પર વારંવાર ફોન આવતા તેમણે તેજસ ભાઈનો સંપર્ક કર્યા હતો. પણ તેઓ હપ્તા ભરતા ન હતા. જેથી તેમને તપાસ કરાવતા આ કાર તેજશ શાહે બનાસકાંઠામાં ક્યાંક ગીરવે મૂકી દીધી છે.પોતાની સાથે છેતરપિંડી થતા મહિલાએ તેજસ શાહ સામે ફરિયાદ નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here