રોહિત શર્મા અઢળક માહિતી એકત્ર કરે છે જે તેને મહાન કેપ્ટન બનાવે છેઃ જયવર્દન

0
22
Share
Share

મુંબઇ,તા.૨૩

શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ રોહિત શર્માને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, રોહિત શર્માની સ્વાભાવિક કેપ્ટન હોવા ઉપરાંત બીજી પણ ખાસિયત છે. તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતાં પહેલા ઘણી માહિતી એકત્ર કરે છે. જયવર્ધને મુંબઈ ઈન્ડિયન્સનો કોચ છે. મુંબઈએ રોહિતની કેપ્ટનશિપમાં ૨૦૧૯માં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.

જયવર્ધનેએ ઈન્સ્ટાગ્રામ પેજ પર કહ્યું, તે નિશ્ચિત રીતે સ્વાભાવિક કેપ્ટન છે. પરંતુ તેની સાથે અઢળક માહિતી એકત્ર કરે છે. જે તેનું મજબૂત પાસું છું. જે તેને મહાન બનાવે છે.

તેણે જણાવ્યું, અમારી બેઠક લાંબી ચાલતી નથી. જ્યારે કોઈ વસ્તુ બરાબર ન થતી હોય ત્યારે રણનીતિ બનાવવા બેઠક કરીએ છીએ. પરંતુ રોહિત અનેક જાણકારી મેળવે છે. જેનો ઉપયોગ તે મેદાન પર કરે છે અને તે રીતે જ રમે છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here