રોબોટ હવે રોજગારી આંચકી રહ્યા છે

0
17
Share
Share
  • ટેકનોલોજીમાં પાછળ રહેલા લોકોની રોજગારી પર હજુ સંકટ…
  • વિશ્વના જુદા જુદા દેશોમાં રોબોટ વિવિધ ક્ષેત્રમાં કામ કરવા લાગી ગયા છે જેથી બેરોજગારીની સમસ્યા વધશે: કુશળતા વિકસાવવાની જરૂર છે

બેરોજગારીની સમસ્યાથી આજે સમગ્ર વિશ્વના દેશો પરેશાન છે. બેરોજગારીને દુર કરવા માટે મથામણ તમામ દેશો કરી રહ્યા છે પરંતુ આ સમસ્યા વધારે જટિલ બની રહી છે. હાલમાં એવી બાબત ઉભરીને સપાટી પર આવી છે કે આધુનિક સમયમાં રોબોટ રોજગારી પર સીધી અસર કરી રહ્યા છે. આવી સ્થિતીમાં ભારત સહિત વિકાસશીલ દેશોના શ્રમિકોના રોજગારની સુરક્ષા માટે હવે એવા લોકોના સમર્થનની નીતિ બનાવવી પડશે જે ટેકનોલોજી વિકાસમાં પાછળ છે. માનવ સંશાધન સાથે સંબંધિત શોધ માટે લોકપ્રિય વૈશ્વિક સંસ્થા મેન પાવર ગ્રુપે પોતાના રિપોર્ટમાં કેટલીક બાબતોનો ખુલાસો કર્યો છે. આ સંસ્થાએ પોતાના રિપોર્ટ ટેલેન્ટ શોર્ટેજ સર્વે ૨૦૧૯માં કહ્યુ છે કે દુનિયાભરમાં ૪૫ ટકા કંપનીઓ હાલના સમયમાં કાર્ય માટે યોગ્ય પ્રતિભાઓની કમીનો સામનો કરી રહી છે. જ્યારે ભારતમાં ૫૬ ટકા કંપનીઓને યોગ્ય અને ખાલી રહેલી જગ્યાઓ પર સારા અને કુશળ કર્મચારીઓ મળી રહ્યા નથી. એક બાજુ લાયક અને કુશળ કર્મચારીઓની માંગ રોકેટ ગતિથી વધી રહી છે ત્યારે બીજી બાજુ રોજગારની જરૂર માટે નવી ચિંતા દેશ વિદેશમાં સપાટી પર આવી રહી છે. દેશ વિદેશમાં રોજગારીની સમસ્યા વચ્ચે રોબોટ એટલે કે યંત્રીકૃત માનવીની માંગ વધી રહી છે. તેમની સંખ્યા સતત વધી રહી છે. દુનિયાભરમાં હાલના દિવસોમાં રોબોટની માગ વધી છે. હાલના દિવસોમાં લોકપ્રિય લેખક માર્ટિન ફોર્ડના પુસ્તક રોબોટ્‌સના ઉદય ટેકનોલોજી ઔર રોજગાર વિહીન ભવિષ્યના ખતરા નામથી રહેલા પુસ્તકમાં કેટલીક બાબતોને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી રહી છે. આ લોકપ્રિય પુસ્તકમાં માર્ટિન ફોર્ડે કહ્યુ છે કે ટેકનોલોજીના પ્રતિક સમાન રોબોટ આગળ જઇને સામાન્ય પ્રકારના કેટલાક કામ માનવી પાસેથી આંચકી લેશે. ચોક્કસપણે થોડાક સમય પહેલા સુધી વાર્તામાં જ ફિલ્મોમાં જ રોબોટ અમે જોતા હતા અને સાંભળતા હતા. માત્ર કલ્પના કરવામાં આવતી હતી. હવે આ રોબોટ સાકાર રૂપ લઇ ચુક્યા છે. સ્થિતી એ છે કે રોબોટના કારણે ૨૧મી સદીમાં વૈશ્વિકરણ અને યાંત્રીકરણના દોરમાં રોબોટ સમસ્યા ઉભી કરી રહ્યા છે. દુનિયાના કેટલાક દેશોમાં રોબોટ સામાન્ય નીવન અને ઉદ્યોગ-કારોબારના મહત્વપૂર્ણ હિસ્સા તરીકે બનતા નજરે પડી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો રોબોટ રેસ્ટોરન્ટમાં ભોજન બનાવવા, પિરસવા અને પ્લેટ ઉઠાવવા માટેના કામ કરી રહ્યા છે. વજન ઉઠાવીને ચાલી પણ રહ્યા છે. કેટલાક રોબોટ ઓટો ચલાવી રહ્યા છે. સૌથી વધારે રોબોટ જાપાનમાં કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સમય જાપાન સૌથી ટેકનોલોજી ધરાવતા દેશ તરીકે છે. જાપાનમાં આશરે ૩.૫૦ લાખ, અમેરિકામાં પોણા બે લાખ, ચીનમાં એક લાખથી વધારે રોબોટ છે. ભારતમાં પણ રોબોટની સંખ્યા ૧૬ હજારથી વધારે છે. રોબોટના ઉપયોગ સંબંધિત તમામ વૈશ્વિક અભ્યાસ દર્શાવે છે કે સમગ્ર દુનિયામાં રોજગાર હવે રોજગારી પર અસર કરી રહ્યા છે. આવી સ્થિતીમાં ભારતમાં પણ અસર થઇ રહી છે. ભારત સહિતના વિકાસશીલ દેશોને હવે કેટલીક નવી બાબત પર કામ કરવાની જરૂર છે. જે લોકો ટેકનોલોજીમાં પાછળ છે તે લોકોની રોજગારી જવાનુ સંકટ છે. જે લોકો કોમ્પ્યુટર શિક્ષિત નથી. તેમની રોજગારી જઇ શકે છે. આવી સ્થિતીમાં ટ્રેનિંગ, શિક્ષણ અને કુશળતા પ્રદાન કરાવીને રોજગારી જતી રહેવાના ખતરાને રોકી શકાય છે. આના પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે. બેરોજગારીનો મુદ્દો ભારત સહિતના દેશોમાં પહેલાથી જ જટિલ બની ચુક્યો છે. માત્ર ભારતમાં જ નહી બલ્કે ફ્રાન્સ સહિતના યુરોપના દેશોમા ંપણ બેરોજગારી સામે લડવા માટે તમામ દેશ મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. આવી સ્થિતીમાં રોબોટ જીવન રૂરી કામો કરવા લાગી ગયા છે. જે વધારે ચિંતાજનક બાબત છે. એકબાજુ બેરોજગારીને દુર કરવા માટે સંરક્ષણાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે રોબોટ સમસ્યા સર્જી રહ્યા છે. હવે આવનાર સમયમાં રોબોટનો ઉપયોગ વધવામાં આવનાર છે. આવી સ્થિતીમાં યુવાનો ધીમે ધીમે જુદી જુદી કુશળતા વિકસિત કરે તે જરૂરી છે. કારણ કે રોબોટની સામે ટક્કર લેવા માટે આ બાબત ઉપયોગી રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here