રોબિન ઉથપ્પાએ મેચમાં બોલ પર થૂંક લગાવી આઈસીસી ગાઈડલાઈનનું કર્યું ઉલ્લંઘન

0
17
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

રાજસ્થાન રોયલ્સના બેટ્‌સમેન રોબિન ઉથપ્પા કોલકાતા નાઈટ રાઈડર્સની સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં બોલ પર થૂંક લગાવતો જોવા મળ્યો હતો. જે આઈસીસીના કોવિડ ૧૯ સાથે બનાવેલ નિયમોનું ઉલ્લંઘન છે. બુધવારે આયોજિત મેચની ત્રીજી ઓવરના પાંચમા બોલમાં ઉથપ્પાએ સુનીલ નરેનનો કેચ હવામાં છોડ્યો હતો. જે બાદ મિડ ઓન ક્ષેત્રમાં બોલ પક્ડયા બાદ થૂંક લગાવીને બોલ ચમકાવતો જોવા મળ્યો હતો અને બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

આઈપીએલ દ્વારા આ ઘટના અંગે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આઈસીસીએ કોવિડ ૧૯ મહામારીને કારણે આ વર્ષે જૂનમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનામાં એસઓપી અનુસાર, જો ખેલાડી બોલ પર થૂંક લગાવે છે તો એમ્પાયર શરૂઆતમાં ઉદારતા દેખાડશે. પણ બાદમાં સતત નિયમો તોડવા પર ટીમને ચેતવણી આપી કડક કાર્યવાહી કરવામાં આવશે.

આઈસીસીના નિયમોમાં કહેવાયું છે કે, એક ટીમને દરેક ઈનિંગમાં બે ચેતવણી આપવામાં આવી શકે છે, પણ બોલ પર સતત થૂંકનો ઉપયોગ કરવા પર પાંચ રનની પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. જ્યારે પણ બોલ પર થૂંકનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે એમ્પાયરોને બોલને સાફ કરવો પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here