રોડની વચ્ચોવચ જ પોલીસને ખખડાવનાર પીધેલો નીકળ્યો

0
31
Share
Share

પ્રહલાદનગર ગાર્ડન પાસે પર ૩૪ વર્ષીય શખ્સે પોલીસ સાથે માથાકૂટ કરી હતી : ફરિયાદ નોંધવામાં આવી

અમદાવાદ, તા.૨૯

અમદાવાદ શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસે બંધ ટ્રાફિક સિગ્નલ અને રસ્તા પર પડેલા ખાડાને લઈને પોલીસ સાથે માથાકૂટ કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. માથાકૂટ કરનારો શખ્સ પીધેલી હાલતમાં હોવાનું જાણ થતાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે. એસજી-૨ ડિવિઝન ટ્રાફિક પોલીસ પાસે નોંધાવાયેલી ફરિયાદ મુજબ, પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા પ્રહલાદનગર ્‌-જંકશન પર ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું નિયમન કરી રહ્યા હતા ત્યારે સેટેલાઈટના ૩૪ વર્ષીય શખ્સે કાર રોડની વચ્ચોવચ ઊભી રાખી દીધી હતી. પરિણામે તે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો માટે નડતરરૂપ બન્યો હતો.

હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ દિલીપસિંહે શખ્સને કાર રોડની સાઈડ પર પાર્ક કરવાનું કહ્યું ત્યારે તેણે દલીલો શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસે હ્લૈંઇમાં જણાવ્યું, તે મને પૂછવા લાગ્યો કે આ ટ્રાફિક સિગ્નલ કેમ બંધ છે અને કેમ રિપેર નથી કરાવ્યું? મેં તેને જણાવ્યું કે રોડનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે જ સિગ્નલ ચાલુ નથી. જે બાદ તે ઉગ્રતાથી ખરાબ રસ્તાની સમસ્યાઓ ગણાવા લાગ્યો હતો.

ફરિયાદમાં ઉલ્લેખ છે તે મુજબ, બાદમાં શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસકર્મી હેરાન કરતો હોવાની ફરિયાદ કરતાં થોડી જ મિનિટોમાં વાન આવી ગઈ હતી. ’પીસીઆર વાનના પોલીસકર્મીઓએ આગળની કાનૂની પ્રક્રિયા માટે તેને ગાડીમાંથી બહાર આવવાનું કહ્યું ત્યારે તે ઉતર્યો તો ખરો પરંતુ બરાબર ચાલી નહોતો શકતો કારણકે પ્રચૂર માત્રામાં દારુ પીધેલો હતો.’, તેવો માં ઉલ્લેખ છે. પોલીસે નશાની હાલતમાં ગાડી ચલાવવાનો ગુનો નોંધ્યો છે અને તેની કાર જપ્ત કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here