રોજ ચાર કપ કોફીથી લાભ

0
14
Share
Share

ડાયાબિટીસ ટાઇપ-૨નો ખતરો ૨૫ ટકા ઘટે છે

તાજેતરમાં જ કવામા આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ ત્રણથી ચાર કપ કોફી પીવાથી અનેક બિમારીને દુર રાખી શકાય છે. આના કારણે ડાયબિટીસ ટાઇપ-૨નો ખતરો ૨૫ ટકા સુધી ઘટી જાય છે. હાલમાં જ શોધ બાદ આ વ્યાપક તારણ પૈકી એક તારણ સપાટી પર આવતા આની ચર્ચા સામાન્ય લોકો અને ડાયાબિટીસ સાથે ગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહી છે. ઇન્સ્ટીટ્યુટ ફોર સાઇન્ટિફિક ઇન્ફોર્મેશન ઓન કોફીના રિપોર્ટમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. રિપોર્ટમાં ભારપૂર્વક કહેવામાં આવ્યુ છે કે કોફીના ઉપયોગ અને ડાયાબિટીસ ઘટવા વચ્ચે સીધા સંબંધ રહેલા છે. ડાયાબિટીસ ટાઇપ-૨ના મામલામાં પુરૂષો અને મહિલાઓ બંનેમાં કોફી પીવાની અસર ચોક્કસપણે જોવામાં આવી છે. સ્વીડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર કેફિનના કારણે નહીં બલ્કે હાઇડ્રાક્સીસિનમિક એસિડ્‌સના કારણે આવુ થાય છે. હાઇડ્રાક્સીસિનેમિક એસિડમાં મુખ્ય રીતે ક્લોરોજેનિક એસિડ , ટ્રાજોનેલિન, કેફેસ્ટોરલ, કોવિયોલ અને કેફિક એસિડ હોય છે. જાણકાર લોકોએ કહ્યુ છે કે એક કરોડથી વધારે લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ શોધના તારણ જર્મનીમાં આયોજત કરવામાં આવેલા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા. શોધ કરનાર લોકોએ એક કરોડથી વધારે લોકોને આવરી લઇને અભ્યાસ કર્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા હતા. રિસર્ચની વાત માનવામાં આવે તો તેમાં કેટલાક પરિબળો રહેલા છે. રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે ત્રણથી ચાર કપ કોફી દરરોજ પીવાના કારણે ટાઇપ-૨ ડાયબિટીસનો ખતરો ૨૫ ટકા સુધી ઘટી  જાય છે. અભ્યાસના તારણ ડાયબિટીસના દર્દી માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. કોફી વધુ પ્રમાણમાં પિવાની સલાહ આમાં આપવામાં આવી છે. હાલના સમયમાં લાઇફસ્ટાઇલ ભાગદોડવાળી હોવાના કારણે ડાયાબિટીસની બિમારી સર્વસામાન્ય બની ગઇ છે.

=========

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here