રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવાના બદલે ઝેરી દવા પી ગયેલી પરિણીતાનું મોત

0
22
Share
Share

સુરત,તા.૧૭

હાલ કોરોના રોગચાળામાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા નૂસખા અપનાવી રહ્યા છે ત્યારે પુણા વિસ્તારની મહિલાએ વિટામિન સીની દવાની જગ્યાએ અન્ય ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણા સીમાડા રોડ પર આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષિય ભાવનાબેન પિયુષભાઈ મુંજપરા ૧૫મીની મોડી રાત્રે ઘરમાં ઝેરી દવા ગટગટાવી ગયા હતાં. જેથી તેમને સારવાર માટે તેમના પરિવારના સભ્યો સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યાં હતાં. અહીં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાની તપાસ કરનાર સરથાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ જણાવ્યું હતું કે, ભાવનાબેન મૂળ જામનગરના જામકંડોરણાના વતની હતા તેમને એક સંતાન છે. તેમના પતિ ઓટો સ્પેરપાર્ટના ધંધા સાથે સંકળાયેલા છે.કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને અન્ય તકલીફ દૂર કરવા ભાવનાબેન વિટામિન સીની દવા પીતા હતા.જોકે વિટામિન સીના બદલે ભૂલથી ઝેરી દવા પી ગયા હતા. જેના લીધે તેમનું મોત નાપજ્યું હતું,

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here