રેલ યાત્રા મોંઘી થશેઃ સરકાર યુડીએફ ચાર્જમાં વધારો કરી શકે છે

0
32
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૮

દેશમાં રેલ મુસાફરી વધારે મોંઘી થવાની છે. સરકાર જલ્દી જ યૂઝર ડેવલપમેન્ટ ફી(UDF)માં વધારો કરવા જઈ રહી છે. આ વધારાને આગામી મહિને કેબિનેટમાં મંજુરી મળી શકે છે.

સુત્રો પ્રમાણે હવે યૂઝર ડેવલપમેન્ટ ફી ૧૦ રૂપિયાથી લઈને ૩૫ રૂપિયા થઈ શકે છે. જુદી-જુદી શ્રેણી પર જુદી-જુદી યૂઝર ફી લાગૂ થશે. આ UDFપ્રાઈવેટ સ્ટેશનથી મુસાફરી કરવા પર જ લાગશે.

સુત્રોનું કહેવું છે કે, UDFપાંચ શ્રેણીમાં લાગુ થઈ શકે છે. છઝ્ર ૧ પર ૩૫-૪૦ રૂપિયા, છઝ્ર ૨ પર ૩૦ રૂપિયા, છઝ્ર ૩ પર ૨૫-૩૦ રૂપિયા અને સ્લીપર પર ૧૦ રૂપિયાનો ચાર્જ લાગશે.

ઉલ્લેખનિય છે કે, દેશના મોટા સ્ટેશનોને આધુનિક અને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પીપીપી મોડલ પર સરકાર કામ કરે છે. જે હેઠળ સ્ટેશન રી-ડેવલપમેન્ટ હેઠળ સ્ટેશનોને પ્રાઈવેટ પ્લેયરને સોંપવામાં આવશે. જ્યાં તે બાદ તે સ્ટેશનો રી-ડેવલપ કરી આધુનિક અને તમામ મુસાફર સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. તેના બદલામાં રેલવે પ્રાઈવેટ પ્લેયરને કમાણીનો નવા-નવા માર્ગ આપે છે. જેમાં યૂઝર ડેવલપમેન્ટ ફી પણ સામેલ છે.

સરકારે નવી દિલ્હી, મુંબઈ સીએસટી, જયપુર, નાગપુર, અમદાવાદ, હબીબગંજ, ચેન્નઈ, અમૃતસર જેવા અનેક સ્ટેશનો આ યાદીમાં સામેલ કર્યાં છે. એવામાં જો તમે આ રેલવે સ્ટેશનોથી મુસાફરી કરવા જશો તો તમારે આ ેંડ્ઢહ્લ ચૂકવવું પડશે. સરકારે ગત વર્ષે ૬ નવેમ્બરે પ્રાઈવેટ સ્ટેશનો માટે  મંગાવ્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here