રેલ્વે તાલીમાર્થીઓને મદદ કરવા ઉઠાવે છે અનેક પગલાં

0
28
Share
Share

અમદાવાદ તા. ૧૭

એપ્રેન્ટિસ એક્ટ,૨૦૧૬ મુજબ રેલવે પાસે લેવલ -૧ ની ભરતી માટે સૂચિત  ૧,૦૩,૭૬૯ ખાલી જગ્યાઓમાંથી ૨૦% ખાલી જગ્યાઓ (એટલે કે ૨૦,૭૩૪ ખાલી જગ્યાઓ) અનામત છે, જે હાલમાં પ્રક્રિયા હેઠળ છે.

એપ્રેન્ટિસ એક્ટ, ૨૦૧૬ મુજબ રેલવેએ લેવલ -૧ ની ભરતી માટે સૂચિત ૧,૦૩,૭૬૯ ખાલી જગ્યાઓમાંથી ૨૦% ખાલી જગ્યાઓ (એટલે કે ૨૦,૭૩૪ ખાલી જગ્યાઓ) આરક્ષિત કરી છે, જે હાલમાં પ્રક્રિયા હેઠળ છે.તાજેતરમાં એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે પ્રશિક્ષિત તાલીમાર્થીઓ રેલ્વે મથકોમાં નિયમિત નિમણૂકની માંગ કરી રહ્યા છે.તાલીમાર્થીઓ જીએમને અપાયેલા પૂર્વ અધિકારોને ફરીથી સ્થાપિત કરવાની વિનંતી કરીને આ માંગણી કરી રહ્યા છે, જેને માર્ચ ૨૦૧૭ માં રદ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કેટલાક લોકોની માંગ મુજબ કોઈપણ ખુલ્લી સ્પર્ધા નિયમિત નિમણુંક નિયમિત ભરતી માટે બંધારણીય જોગવાઈઓ અને ભારત સરકારના નિયમોની વિરુદ્ધ રહેશે. દેશના બધા પાત્ર નાગરિકો નિયમિત નોકરી માટે સ્પર્ધા કરવા અને અરજી કરવાના હકદાર છે. કોઈપણ ખુલ્લી સ્પર્ધા વિના સીધી ભરતી એ નિયમોની વિરુદ્ધ છે.વધુમાં, ૨૦૧૬ માં એપ્રેન્ટિક્સ એક્ટમાં થયેલા સુધારા મુજબ, દરેક એમ્પ્લોયરને તેમની સ્થાપનામાં પ્રશિક્ષિત તાલીમાર્થીઓની નિમણૂક માટે નીતિ ઘડવી પડે છે.આને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ આવા તાલીમાર્થીઓ માટે લેવલ -૧ ની ભરતી માટે ૨૦% ખાલી જગ્યાઓ રાખી છે અને બધાને ઉચિત તક આપી છે.એપ્રેન્ટિસ એક્ટની પ્રતિબદ્ધતાની સ્થિતિના વર્તમાન નિયમો અનુસાર, રેલ્વે તાલીમાર્થીઓને તેમની સંસ્થાઓમાં તાલીમ જાળવે છે.૨૨ ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ સુધારેલા એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ ના ભાગ ૨૨ (શ) મુજબ, તે પ્રદાન કરવામાં આવ્યું છે કે પ્રત્યેક એમ્પ્લોયર તેમની સ્થાપનામાં એપ્રેન્ટિસ શિપ તાલીમનો સમયગાળો પૂરો કર્યો હોય તેવા તાલીમાર્થીની ભરતી માટે પોતાની પોલિસી બનાવશે.ઉપરોક્ત પાલન માટે, રેલવે બોર્ડના પત્ર નંબર ઇ (એનજી)  / ૨૦૧૬ / આરઆર -૧ / ૮ તારીખ ૨૧.૦૬.૨૦૧૬ માં એક સાવચેતી સૂચના જારી કરવામાં આવી છે, જે જણાવે છે શ્રેણી -૧ ની પોસ્ટ / કેટેગરીમાં સીધી ભરતીના કિસ્સામાં, ખાલી જગ્યાઓમાંથી ૨૦% જગ્યાઓ રેલ્વે મથકોમાં પ્રશિક્ષિત કોર્સ પૂર્ણ અધિનિયમ એપ્રેન્ટિસ (સીસીએએ) ને અગ્રતા આપવામાં આવશે. ૨૦૧૮ દરમિયાન, આરઆરબીએ સ્તર શ્રેણી -૧ પર ૧૨૮૮ તાલીમાર્થીઓની ભરતી કરી છે.આ ઉપરાંત હાલની પ્રક્રિયા હેઠળના લેવલ -૧ ની ૧,૦૩,૭૬૯ સૂચિત ખાલી જગ્યાઓની ૨૦% (એટલે કે ૨૦,૭૩૪ ખાલી જગ્યાઓ) તાલીમાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે.નોંધનીય છે કે આરઆરબીએ ત્રણ કેન્દ્રિય રોજગાર સૂચનાઓ (સીઈએન) જારી કરી છે. વિવિધ કેટેગરી ના કર્મચારીઓ ની કુલ લગભગ ૧.૪ લાખ ખાલી જગ્યાઓ માટે  સી ઈ એન ૦૧/૨૦૧૯ એન ટી સી પી શ્રેણીઓ) સી ઈ એન ૦૩/૨૦૧૯ (પૃથક અને મંત્રાલય સંબંધિત કેટેગરીઝ ) અને આર-આર સી -૦૧/૨૦૧૯ (સ્તર-૧ કેટેગરી રેલ્વે ભરતી બોર્ડ (આર આર -બી ) દ્વારા જારી કરવામાં આવી છે આ રોજગાર સૂચનાઓ સામે ૨.૪૦૦ હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે રેલવે મંત્રાલયે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (સીબીટી) ના સરળ સંચાલન માટે જરુરી તૈયારીઓ કરી છે, આ પરીક્ષા અગાઉની સૂચના મુજબ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦ પછી યોજાવાની છે.આ રોજગાર સૂચનાઓ માટે સીબીટીની નિયત સમયની વિગતો આરઆરબી વેબસાઇટ પર અલગથી અપલોડ કરવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here