રેલવે ૧ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધી રદ થયેલી ટ્રેનોનું ભાડું પરત આપશે

0
12
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૯

ભારતીય રેલવે ૩૦ જૂન સુધી રદ થયેલી ટ્રેનોનું ભાડું પરત આપ્યા બાદ હવે ૧ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધી રદ થયેલી ટ્રેનોનું ભાડું પરત આપશે. આ સાથે જુલાઇ મહિનામાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી વધુ સ્પેશિયલ યાત્રી ટ્રેનો ચાલુ કરવાનો નિર્ણય લઇ શકે છે.

રેલવે મંત્રાલય પ્રવક્તા ડી.જે. નરેને જણાવ્યું કે, રેલવે ભવિષ્યમાં પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને નિયમિત ટાઇમ ટેબલવાળી ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં લોકડાઉન લાગુ થયા બાદ નિયમિત ચાલતી ટાઇમટેબલવાળી ટ્રેનો બંધ કરવામાં આવી હતી. બાદમાં ટ્રેનોમાં બુકિંગ પણ ૧૪ એપ્રિલથી બંધ કરવામાં આવ્યું હતું.

રેલવેએ ૧ જૂલાઇથી ૧૨ ઓગસ્ટ સુધીની ટાઇમ ટેબલવાળી ટ્રેનોનું ભાડું પરત આપવાનું નક્કી કર્યું છે. રેલવેએ સ્પષ્ટ કહ્યું છે કે, આ નિર્ણયથી વર્તમાનમાં ચાલવાવાળી સ્પેશિયલ યાત્રી ટ્રેનો પર તેની કોઇ અસર થશે નહીં. ભારતીય રેલ દ્વારા શરૂ કરાયેલ ખાસ પેસેન્જર ટ્રેનની ૧૧૫ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડતી રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here