રેડ મીટના સંબંધમાં અનેક ભ્રમ છે

0
19
Share
Share

રેડ મીટ ફાયદાકરક છે કે પછી નુકસાનકારક છે તેને લઇને વારંવાર અભ્યાસ કરવામાં આવે છે. દુનિયાભરના દેશોમાં આને લઇને વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યાહોવા છતાં તારણ સર્વસંમત મળ્યા નથી. કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે રીડ મીટથી ફાયદો થાય છે. જ્યારે અન્ય કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રેડ મીટથી ભારે નુકસાન થાય છે. તાજેતરના વર્ષોમાં રેડ મીટ વધુ પ્રમાણમાં ખાનાર લોકોને આવરી લઇને પણ અભ્યાસ કરવામાં આવ્યા છે. જેના કારણે રેડ મીટના લીધે માનવીમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગનો ખતરો વધારે છે તેવી ધારણા બદલાઇ ગઇ છે. પ્રોસિસ્ડ અને ફ્રેશ રેડ મીટને લઇને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં હાર્ટ અટેક સાથે કોઇ પણ પ્રકારના કનેક્શન છે કે કેમ તે બાબત સાબિત થઇ રહી નથી. કેટલા નિષ્ણાંતો કહે છે કે રેડ મીટ યુનિફોર્મ પ્રોડક્ટસ નથી. તેની આરોગ્ય પર અસર ફેટના પ્રમાણ, પ્રોસેસિંગ અને બનાવટ પર આધારિત રહે છે. પ્રોસેસ્ડ રેડ મિટ મોતના દરને વધારે છે. કારણ કે તેના કારણે કાર્ડિયોવેસ્કુલર હાર્ટ રોગ અને કેન્સરનો ખતરો વધી જાય છે. કેટલાક એવા પુરવા પણ મળ્યા છે કે અનપ્રોસિસ્ડ રેડ મીટનો ઉપયોગ માનવીમાં નેગેટિવ હેલ્થ ઇફેક્ટ કરે છે. જો કે વધુ પ્રમાણમાં રેડ મીટ અથવા તો ૧૦૦ ગ્રામ અથવા તો વધુ રેડ મીટ સ્ટ્રોક અને બ્રિસ્ટ કેન્સરનો ખતરો વધારી દે છે. રેડ મીટને લઇને અમેરિકામાં એલર્જીના બનાવો વધ્યા છે. હાલમાં જ જ કરવામાં આવેલા અન્ય એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રેડમીટ અથવા તો લાલ માંસમાં કાપ મુકનાર મહિલાઓમાં ડિપ્રેશન અને અન્ય તકલીફો વધવાનો ખતરો વધી જાય છે. અગાઉ કરતા જુદા તારણો નવા અભ્યાસમાં સપાટી ઉપર આવ્યા છે. રેડમીટ ખાવા અને નહીં ખાવાને લઈને વારંવાર અભ્યાસ થતા રહ્યા છે. કેટલાક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે રેડમીટ ખતરનાક છે. અને તે નુકશાન પહોંચાડે છે. નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે રેડમીટ ઘટાડી દેનાર મહિલાઓમાં ડિપ્રેશનની શક્યતા વધી જાય છે. ઓસ્ટ્રેલિયામાં ડેકિન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે રેડમીટમાં કાપ મુકી દેનાર મહિલાઓ ડિપ્રેશનથી સામાન્ય મહિલાઓ કરતા બે વખત શિકાર થઈ શકે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ૧૦૦૦ જેટલી મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસના કેટલાક રસપ્રદ તારણ જાણવા મળ્યા હતા. યુનિવર્સિટીના નિષ્ણાંતોએ કહ્યું છે કે અમે મૂળભુત રીતે માન્યે છે કે રેડમીટ માન્સિક આરોગ્ય માટે યોગ્ય નથી. અગાઉના ઘણા દેશોમાં પણ અભ્યાસના આ મુજબના તારણ આવી ચુક્યા છે. જેમાં જણાવાવમાં આવ્યુ છે કે રેડમીટ ખાવાથી શારિરીક આરોગ્યને જોખમ રહે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઓછા પ્રમાણમાં રેડમીટ ખાવાથી એકંદરે આરોગ્ય માટે યોગ્ય છે. સપ્તાહમાં ત્રણથી ચાર પીસ પામ સાઈઝના રેડમીટ ખાવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી ડિપ્રેશન અને અન્ય રોગ સામે લડવાની તાકત વધી જાય છે. રેડમીટમાં ખૂબ જ ઉચ્ચસ્તરના પોષક તત્વો હોય છે. જેમાં ઓમેગા-૩ ફેટી એસિડનો સમાવેશ થાય છે. જે શારિરીક આરોગ્યની સાથે સાતે માન્સિક આરોગ્ય માટે પણ યોગ્ય છે. ન્યુટ્રીશનના નિષ્ણાંત ડૉક્ટર જીવેશ શેટ્ટીએ કહ્યું છે કે રેડમીટમાં ઉપરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે ભુખને વધારવામાં પણ ઉપયોગી બને છે. ખુશ રાખવામાં મદદરૂપ બને છે. રેડમીટમાં વિટામીન બીના શોર્સ હોય છે જે વધુ ઉર્જા ભરવામાં મદદરૂપ બને છે. અલબત્‌ રેડમીટ આરોગ્ય માટે આદર્શ છે પરંતુ વધારે પડતા ફેટને ટાળવા પ્રમાણ ઓછો રાખવો જોઈએ . અન્ય એક પોષક તત્વ સાથે સંબંધિત નિષ્ણાંત નમિતાનું કહેવું છે કે રેડમીટ પ્રોટીનના સર્વશ્રેષ્ઠ પોષક તત્વ છે. આમા પુરતા પ્રમાણમાં આર્યન છે. જે દિમાગના વિકાસ માટે ઉપયોગી બને છે. પોષક તત્વોની વાત કરવામાં આવે તો રેડ મીટમાં પુરતા પ્રમાણમાં આયરન, મિનરલ, ઝિન્ક, ફોસ્ફોરસ, બી-વિટામીન  હોય છે. લિપોઇક એસિડના સોર્સ તરીકે તેને ગણી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here