રેટ્રો રનિંગ : કસરત સાથે મસ્તી

0
27
Share
Share

વજન ઘટાડી દેવા માટે કોઇ રસ લઇને કસરત કરે છે તો રેટ્રો રનિંગ બેસ્ટ તરીકે છે. રેટ્રો રનિંગના ભાગરૂપે વ્યક્તિને સીધી રીતે નહી બલ્કે ઉંઘી દિશામાં દોડ લગાવી પડે છે. આના કારણે શરીરમાં સ્ટેમિનામાં વધારો થાય છે. સાથે સાથે ફિટનેસના સ્તરમાં પણ સુધારો થાય છે. એકાગ્રતામાં વધારો થાય છે. શરીરના સંતુલન પર પણ સીધી અસર થાય છે. ઉંધી દોડના કારણે ફાયદો વધારે થાય છે. રેટ્રો રનિંગના કારણે પેટની બિનજરૂરી ચરબી દુર થાય છે. એકાગ્રતામાં ઉલ્લેખનીય વધારો થાય છે. વિદ્યાર્થીઓ માટે પણતે ખુબ ફાયદાકારક તરીકે છે. સીધી દિશામાં દોડ કરવાના બદલે ઉંધી દિશામાં દોડ કરવાથી ઘુટણ પર દબાણ ઓછુ આવે છે. આવી સ્થિતીમાં કોઇને ઘુટણને વાળવામાં તકલીફ પડે છે તો તે આવી દોડથી વર્કઆઉટ કરી શકે છે. આના કારણે શરીરના એવા હિસ્સા પર દબાણ આવતુ નથી જેના પર સીધા ચાલવા અથવા તો દોડતી વેળા ઇજા થઇ હતી. સામાન્ય રીતે ઇજા પામેલા ખેલાડીઓ રેટ્રો રનિંગના કારણે જ ગુમાવેલી એનર્જી હાંસલ કરતા રહે છે. હાર્ટ માટે પણ તે બેસ્ટ છે. આનાથી કાર્ડિયોવેસ્કયુલર ક્ષમતામાં વધારો થાય છે. પાછળની દિશામાં દોડ કરવાથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવાની બાબત મુશ્કેલરૂપ હોય છે. જેના કારણે વધારે જોર લગાવવાની ફરજ પડે છે. રેટ્રો રનિંગના કારણે કમર અને ગરદન સીધી રહે છે જેથી શરીરનુ પોશ્ચર બગડતુ નથી. હાલમાં અમેરિકામાં રમત ગમત સાથે સંકળાયેલા મેડીસીન નિષ્ણાંતે દાવો કર્યો છે કે શૂઝ પહેરીને રનીંગ કરવાના બદલે ખુલ્લા પગે રનીંગ કરવાથી ફાયદો થાય છે. તેમણે કહ્યું છે કે શૂઝ પહેરીને ભાગવાથી લાભ ઓછા થાય છે, ઈજા થવાનો પણ ખતરો રહે છે. હારવર્લ્ડ યુનિવર્સિટીના મેડીસીન નિષ્ણાંત આઈ ડેવીસે કહ્યું છે કે તેઓ ખુલ્લા પગે ભાગવામાં અને ખૂબ ઓછા પ્રમાણમાં ફૂટવેર પહેરીને ભાગવાના મામલામાં વ્યાપક અભ્યાસ કરી ચૂક્યા છે અને એવું જાણવા મળ્યું છે કે નગ્ન પગે ભાગવાથી ફાયદો થાય છે. આનાથી પગની કસરત વધુ સારી રીતે થાય છે. એબીસી સાયન્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નગ્ન પગે ભાગવાના લીધે શારીરિક કસરતની સાથે સાથે પગને વધુ આરામ મળે છે. કુદરતી રીતે થતી કસરત વધુ ફાયદો આપે છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે શૂઝ પહેરવાથી જમીનની સપાટી ઉપર પડેલા નાનકડા પથ્થરો વાગી જવાનો ખતરો રહે છે. પરંતુ આ બાબતથી અન્ય લોકો સહમત નથી. ડેવિસે એમ પણ કહ્યું છે કે હિલ પહેરીને ભાગવાની બાબત ખૂબ જ ખતરનાક છે. આના લીધે પગમાં વાગી જવાનો ખતરો સૌથી વધારે રહેલો છે. રનીંગ કરતી વેળા પણ કેટલીક સાવધાની રાખવી ખૂબ જરૂરી બની ગઈ છે. વર્ષ ૨૦૧૧ના ઓસ્ટ્રેલિયન કોન્ફરન્સમાં આ અહેવાલના તારણો રજૂ કરવામાં આવી ચૂક્યા છે. આ તારણો સાથે ઘણા લોકો સહેમત નથી. નગ્ન પગે ભાગવાથી અન્ય ફાયદાઓ શું છે તે અંગે આમા વધારે માહિતી આપવામાં આવી નથી પરંતુ આ પરિણામના કારણે વધુ અભ્યાસ તરફ પ્રેરીત કરી શકે છે. ડેવિસનું કહેવું છે કે નગ્ન પગે ભાગવાથી પગના તમામ સ્નાયુમાં મજબૂતી આવે છે. બ્રિટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ઝડપથી ચાલવાથી કેન્સરથી બચી શકાય છે. સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરના મામલામાં ઝડપથી ચાલવાથી ઘટાડો નોંધાય છે. વર્લ્ડ કેન્સર રિસર્ચના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાર્ટના ધબકારા વધી જાય તેવી કોઇપણ કસરત કેન્સરથી બચવામાં મદદરૂપ નિવડે છે. શારીરિક કસરતથી સ્થૂળતામાં ઘટાડો થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થૂળતાના કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. ડબ્લ્યુસીઆરએફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શારીરિક કસરત લાંબા સમય સુધી કરવાથી નાની મોટી અન્ય તકલીફો પણ દૂર થઇ શકે છે. વૈજ્ઞાનિકોના મતે અતિ ઝડપથી ચાલવા ઉપરાંત સાઇકલીંગ, સ્વિમીંગ, ડાંસ જેવી પ્રવૃત્તિથી પણ કેન્સરને ટાળવામાં મદદ મળી શકે છે. અભ્યાસના અહેવાલના મહત્વને બ્રિટનની દ્રષ્ટિએ પણ ઉપયોગી ગણવામાં આવે છે. આ બાબતના મજબૂત પૂરાવા મળ્યાં છે કે, સક્રિય શારીરિક ગતિવિધિથી કેન્સરથી બચી શકાય છે. આવી પ્રવૃત્તિ હાથ ધરીને હજારો કેસ ઓછા કરી શકાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્યને લગતા લાભ લેવા માટે દરરોજ કસરત સાથે સંબંધિત કેન્દ્રોમાં જવાની જરૂર નથી. દરરોજની પ્રવૃત્તિમાં થોડાક ફેરફાર કરીને સંકટને પણ ટાળી શકાય છે.
ડો. થોમ્પસને ઝડપથી ચાલવાની બાબતને પોતાની દરરોજની ટેવમાં આવરી લેવાની સલાહ આપી છે. કેન્સર રિસર્ચ યુકે નામની સંસ્થાએ પણ ડબ્લ્યુસીઆરએફના પરિણામોને યોગ્ય ઠેરવ્યાં છે. નિયમિત રીતે સામાન્ય કસરતથી આંતરડાના કેન્સર અને સ્તન કેન્સરથી બચી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here