રૂપાલમાં ગામજનોની સિમિત ઉપસ્થિતિમાં જ પલ્લી યોજાશે

0
20
Share
Share

કોરોના વાયરસની ગાઈડલાઈનના અતિચુસ્ત પાલન સાથે પલ્લી નિકળશે, ગામના તમામ રસ્તા બંધ કરી દેવાયા

ગાંધીનગર, તા. ૨૩

દેશ વિદેશમાં જગજાહેર રૂપાલની પલ્લીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારે અટકળો અને ચર્ચા વિચાર કર્યા બાદ રૂપાલની પલ્લી નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ગાંધીનગરના રૂપાલની વરદાયિની માતાની પલ્લી વિશે મોટી જાહેરાત કરી હતી. આ સાથે હવે રૂપાલની પલ્લી નીકળશે કે નહીં તે સવાલના જવાબ પર પૂર્ણવિરામ મૂકાયું છે. આજે સવારથી કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દેશ વિદેશમાં જગજાહેર રૂપાલની પલ્લીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા હતા. કોરોના હોવાના કારણે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી જાહેરાત તંત્રએ અગાઉ કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શકયતા જોવામાં હતી. રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળવાના અહેવાલ સામે આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

મહત્વનું છે કે માતાજીને ઘી ચઢાવવામાં આવે ત્યારે ગામમાં ધીની નદીઓ વહેતી હોય છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે નિયત રૂટ પર પલ્લી નીકળે તેવી શકયતા જોવામાં આવી હતી. નિયત રૂટ સાથે સોસિયલ ડિસ્ટન્સના પાલન સાથે ગામના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર ગામ લોકોની સિમિત સંખ્યામાં પલ્લી નીકળશે તેવી પુરી શકયતા જોવામાં આવી હતી.

અગાઉ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે રૂપાલની પલ્લીને લઈને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે આ વર્ષે રૂપાલની પલ્લી નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેપ્યૂટી સીએમના આ નિવેદન બાદ રૂપાલની પલ્લી નિકળવાની આશ પર પાણી ફરી વળ્યું હતું. લોકોને આશા હતી કે ગામના લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી ખાલી ગ્રામજનો દ્વારા પલ્લીને કાઢવાની મંજૂરી મળશે, તેના માટે ગ્રામજનોએ આગમચેતી રૂપે ગામના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. અને બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ નીતિન પટેલનું નિવેદન ગ્રામજનો સહિત શ્રદ્ધાળુઓને ભારે આંચકો આપ્યો હતો પણ હવે લોકોમાં પલ્લીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here