રૂડા દ્વારા પ્લાન તથા વિકાસ પરવાનગીની માહિતિ વેબસાઇટ પરથી મેળવી શકાશે – ચેરમેન અગ્રવાલ

0
16
Share
Share

રાજકોટ તા. ૧૧

સરકારના પારદર્શકતા લાવવાના સ્વપનને સાકાર કરવાની દિશામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રૂડા દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રૂડામાં અરજદારઓ દ્વારા મૂકવામાં આવતી ઓફલાઇન વિકાસ પરવાનગી / વપરાશ પ્રમાણપત્રોના પ્રકરણોની માહિતી તથા લાઈવ સ્ટેટસ ઘરે બેઠા જાણી શકાય તે માટે એક એપ્લિકેશન તથા વેબસાઇટ પોટર્લની સુવિધા શરૂ કરવામાં આવી છે, તેમ રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ વિશે વધુ વાત કરતા ચેરમેનએ એમ જણાવ્યું હતું કે, રૂડાની વેબસાઇટ મારફતે સદરહુ સુવિધા એક્સેસ કરી શકાશે. તે અંતર્ગત જ્યારે પણ રૂડામાં પ્લાન ઇનવર્ડ કરવામાં આવે ત્યારે ઉપરાંત પ્લાન મંજૂરી સમયે અરજદાર અને એંજીનિયર/ આર્કિટેક્‌ટને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. વધુમાં પ્લાનની મંજૂરીની કાર્યવાહી ચાલુમાં હોય ત્યારે ફાઇલ કયાં કર્મચારી/અધિકારી પાસે  પેન્ડિંગ છે? અને જે તે કર્મચારી/  અધિકારીની રિમાર્ક્સ શું છે? તે  ઓટીપી બેઈઝ સુવિધાથી જાણી શકાશે.

સદરહું સુવિધાથી કચેરીના કર્મચારી/ અધિકારીને પણ ફાયદો થશે. ઉપર્યુંક્ત સુવિધા મારફતે પેન્ડિંગ ફાઈલોનું દિવસ આધારિત મોનિટરિંગ શક્ય બન્યું છે. જે અન્વયે ૩૦ દિવસ, ૬૦ દિવસ, ૯૦ દિવસથી વધુ સમયથી પેન્ડિંગ રહેલ ફાઇલોની વિગત ત્વરિત મેળવી સમયસર નિકાલ કરી શકાય છે. અંદાજિત ૩ એક મહિના પહેલા કચેરીમાં ૨૫૦ જેટલા પ્રકરણો પેન્ડિંગ હતાં, જે ઉપર્યુંક્ત સુવિધા ચાલુ થયેથી ઘટીને અંદાજિત ૯૫ જેટલા જ હાલે પેન્ડિંગ છે. આમ ઉપર્યુંક્ત સુવિધાથી રૂડામાં આવતા વિકાસ પરવાનગી / વપરાશ પ્રમાણપત્રોના પ્રકરણોએ પારદર્શકતા આવશે અને સમયસર પ્રકરણોનો નિકાલ થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here