રીબડા નજીક કાર હડફેટે બાઈક ચડતાં પતિની નજર સામે પત્નિનું મોત

0
14
Share
Share

ગોંડલ, તા.૧૬

ગોંડલ તાલુકાના ગરનાળા ગામે રહેતા અને રામજી મંદિરની પુજા કરતા પિતાંબરભાઇ કાનદાસભાઇ નિમાવત (ઉ.વ. ૪૯) અને તેમના પત્ની કૈલાશબેન (ઉ.વ. ૪૮) રાજકોટથી ગોંડલ જતા હાઇવે પર પોતાના મોટર સાયકલ નં. જીજે-૦૩-એચડી-૩૪૭૪ ઉ૫ર જઇ રહયા હતા.સ ત્યારે રીબડા નજીક એસ.જી.વી.પી. ગુરૂકુળ પાસે પુરપાટ ઝડપે આવતી જીજે-૦૩-એચકે-૦૦૪૫ કારે બાઇકને પાછળથી હડફેટે લેતા બાઇક સવાર બંને દંપિત ફંગોળાઇ જમીન પર પટકાયા હતા.

જેથી બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તત્કાલ સારવાર માટે ખસેડાયા હતા. જયાં તબીબોએ કૈલાશબેનને મૃત જાહેર કરતા રામાનંદી સાધુ પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

ગોંડલ તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત પતિ પિતાંબરભાઇ નિમાવતની ફરિયાદ પરથી કાર ચાલક સમીરભાઇ મનુભાઇ સોરઠીયા (ઉ.વ. ૩૮, રહે. ન્યુ રામેશ્વરનગર રાજકોટ) સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા એક બનાવમાં પડધરી ગામે મેઇન દરવાજા નજીક કીશોરભાઇ માવજીભાઇ વાઘેલા (ઉ.વ. પ૧ રહે. ખામટા તા. પડધરી) સાયકલ લઇ જઇ રહયા હતા. ત્યારે જીજે-૦૩-જેસી-૮૦૩પ નંબરની કારના ચાલકે ઠોકર મારતા કીશોરભાઇ ફંગોળાઇ ગયા હતા. તેમને સારવાર માટે ખસેડાતા પગમાં ફ્રેકચર હોવાનું જણાયું હતું. પડધરી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here