રીતિક હોસ્પિટલના દરવાજે સિક્યોરિટી ગાર્ડ પર ગુસ્સે થયો

0
24
Share
Share

રીતિક રોશનનો વીડિયો ઘણો જ વાઈરલ થયો છે : આ વીડિયો પર રીતિકના ચાહકોએ તેને ખૂબ સપોર્ટ કર્યો છે

મુંબઈ,તા.૧

રીતિક રોશન હાલમાં જ મુંબઈ સ્થિત હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. એન્ડોસ્કોપી સેન્ટરની બહાર રીતિક પોતાના બંને દીકરાઓ રેહાન તથા રિધાન સાથે આવ્યો હતો. રીતિક બંને દીકરાઓ સાથે હોસ્પિટલની સીડીઓ ચઢ્યો હતો અને હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ સાથે વાત કરતો હતો. આ સમયે રીતિક રોશન ગુસ્સે થઈ ગયો હતો. જોકે, ગુસ્સે થયો હોવા છતાંય ચાહકો તેના સપોર્ટમાં આવ્યા હતા.

વીડિયોમાં જોવા મળે છે તે પ્રમાણે, રીતિક રોશન બંને બાળકો સાથે હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. રીતિકે હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને સવાલ કર્યો હતો. જોકે, સિક્યોરિટી ગાર્ડે તેનો વ્યવસ્થિત જવાબ આપ્યો હોય તેમ લાગતું નહોતું. આ વાત પર રીતિક થોડો રોષે ભરાયો હતો. તેણે ગુસ્સામાં આવીને જોરથી કહ્યું હતું, અરે તો સર બતાઓ ના યહાં પર હૈં કિ વહાં પર. સોશિયલ મીડિયામાં રીતિક રોશનનો આ વીડિયો ઘણો જ વાઈરલ થયો છે. આ વીડિયો પર રીતિકના ચાહકોએ એક્ટરનો સપોર્ટ કર્યો છે. એક યુઝરે કહ્યું હતું, વાહ, ગુસ્સામાં હોવા છતાંય સર બોલે છે, રિસ્પેક્ટ. તો અન્ય એકે કહ્યું હતું, સેલેબ્સ પણ સામાન્ય વ્યક્તિ જ છે. કોઈને પણ ગુસ્સો આવી શકે છે. કેટલાંકે એવી કમેન્ટ કરી હતી, તે પણ માણસ છે. માણસ હોવાને કારણે કોઈને પણ ગુસ્સો આવી શકે. ગમે તે કારણ હોય, તે માત્ર તેને જ ખબર છે. અન્ય એકે એવું કહ્યું હતું, ગ્રીક ગોડને શા માટે ટ્રોલ કરવામાં આવે છે?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here