રિષભ પંતે ઓસી.ના પૂર્વ વિકેટકીપર ઇયાન હીલીનો રેકોર્ડ તોડ્યો

0
15
Share
Share

સિડની,તા.૧૧

ત્રીજી ટેસ્ટ મેચમાં રિષભ પંત અને ચેતેશ્વર પૂજારાએ ઇતિહાસ રચ્યો હતો. રિષભ પંત ઓસ્ટ્રેલિયામાં કોઇ ટેસ્ટ મેચની ચોથી ઇનિંગ્સમાં ૫૦ કે તેથી વધુ રન બનાવનાર સૌથી નાની ઉમરનો વિકેટકીપર (૨૩ વર્ષ અને ૯૫ દિવસ) બની ગયો છે. રિષભ પંતે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે આ સિદ્ધિ મેળવી હતી.

રિષભ પંતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર ઇયાન હીલીનો રેકોર્ડ તોડ્યો હતો. ઇયાન હીલી જ્યારે ૨૪ વર્ષ અને ૨૧૬ દિવસના હતા ત્યારે તેમણે આ સિદ્ધિ મેળવી હતી. રિષબ પંતની આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પેન માટે પણ ખાસ યોગદાન રહ્યુ. પેને પંતના બે કેચ છોડ્યા હતા. બીજી તરફ ચેતેશ્વર પૂજારા પણ ટેસ્ટ ક્રિકેટમાં ૬ હજાર રન પુરા કરનાર ૧૧મો ભારતીય ખેલાડી બની ગયો છે. રિષભ પંત ૩ અને ૫૬ રને હતો ત્યારે ટીમ પેને નાથન લિયોનના બોલ પર તેના કેચ છોડ્યા હતા.

પંત-પૂજારાની જોડીએ ૭૨ વર્ષ જૂના રુસી મોદી-વિજય હજારેનો રેકોર્ડ તોડ્યો

રિષભ પંત અને ચેતેશ્વર પૂજારા સાથે મળી ચોથી ઇનિંગ્સમાં ચોથી વિકેટ માટે ભારત માટે સૌથી વધુ રનની ભાગીદારી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પંત અને પૂજારાએ ચોથી વિકેટ માટે ૧૪૮ રનની ભાગીદારી કરી હતી. બન્નેએ ૭૨ વર્ષ જૂના રૂસી મોદી અને વિજય હજારેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રૂસી મોદી અને વિજય હજારેએ ૧૯૪૮/૪૯માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ મુંબઇમાં ચોથી ઇનિંગ્સમાં ચોથી વિકેટ માટે ૧૩૯ રનની ભાગીદારી કરી હતી.

પૂજારા પહેલા ભારતીય બેટ્‌સમેનોએ સચિન તેંડુલકર (૧૫૯૨૧), રાહુલ દ્રવિડ (૧૩૨૬૫), સુનીલ ગાવસ્કર (૧૦૧૨૨), વીવીએસ લક્ષ્મણ (૮૭૮૧), વીરેન્દ્ર સહેવાગ (૮૫૦૩), વિરાટ કોહલી (૭૩૧૮), સૌરવ ગાંગુલી (૭૨૧૨), દિલીપ વેંસરકર (૬૮૬૮), મોહમ્મદ અઝહરૂદ્દીન (૬૨૧૫) અને ગુંડપ્પા વિશ્વનાથ ટેસ્ટ ક્રિકેટમાં ૬ હજારથી વધુ રન બનાવી ચુક્યા છે.

પૂજારાએ ૭ વર્ષ પછી ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારી

ચેતેશ્વર પૂજારાએ મેચની બીજી ઇનિંગ્સમાં પણ ફિફટી મારી હતી. પ્રથમ ઇનિંગ્સમાં તે ૫૦ રને આઉટ થયો હતો. તેણે ૨૦૫ બોલમાં ૧૨ ફોરની મદદથી ૭૭ રન કર્યા હતા. તે જોશ હેઝલવુડની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગ્સમાં ૭ વર્ષ પછી ફિફટી મારી છે. તેણે છેલ્લે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે ફોર્થ ઇનિંગ્સમાં દિલ્હી ખાતે અણનમ ૮૨ રન કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here