ન્યુ દિલ્હી,તા.૧
માથાબૂડ દેવામાં ડૂબેલા રિલાયન્સના અનિલ અંબાણીની વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યો હોવાની માહિતી પ્રગટ થઇ હતી.
રિલાયન્સ કેપિટલે HDFC અને Axis બેંક પાસેથી લીધેલી લોન પરત ભરપાઇ કરી નથી એવી માહિતી બહાર આવી હતી. કંપનીએ એવો દાવો કર્યો હતો કે મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટ ઉપરાંત ડેટ રિકવરી ટ્રાઇબ્યુનલે અમારી એસેટ્સ વેચવા પર પ્રતિબંધ લાદ્યો હોવાથી અમે લોનના હપ્તા ભરી શકતા નથી.
રિલાયન્સ કેપિટલે HDFC-Axis બેંકની લોનને ડિફોલ્ટ જાહેર કરી દીધી હતી. સોમવારે કંપનીએ આ બાબતની જાણ શૅરબજારને કરી દીધી હતી. ચાલુ વર્ષના ઓક્ટોબરની ૩૧મી સુધીમાં રિલાયન્સ કેપિટલે HDFCનું ૪.૭૭ કરોડનું વ્યાજ અને Axis બેંકનું ૭૧ કરોડનું વ્યાજ ચૂકવવાનું બાકી હતું. જો કે મૂળ રકમ ચૂકવાઇ ગઇ હોવાનો દાવો પણ રિલાયન્સ કેપિટલે કર્યો હતો.
કંપનીના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટ ઉપરાંત ડેટ રિકવરી ટ્રાઇબ્યુનલે અમારા એસેટ્સ વેચવાના કાર્યને એટકાવી દીધું હોવાથી અમે વ્યાજના હપ્તા ચૂકવી શકતા નથી.