રિયા ચક્રવર્તી સુશાંત સિંહ માટે ડ્રગ્સ મગાવતી હતી

0
39
Share
Share

હાલમાં રિયા ચક્રવર્તી અને તેનો ભાઇ શૌવિક ચક્રવર્તીની ડ્રગ્સનો ઉલ્લેખ કરતી વોટ્‌સએપ ચેટ્‌સ સામે આવી છે

મુંબઈ,તા.૪

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે. તેમ દરરોજ ચોકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. સીબીઆઈ આ મામલે તપાસ સતત આગળ વધારી રહી છે. તેમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોમાં આ કેસમાં અલગ અલગ એન્ગલથી તપાસ થઇ રહી છે. એનસીબી સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એંગલ સંબંધિત મામલે પાંચ લોકોની ધરપકડ કરી ચૂકી છે. આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી હવે તેનાં નિવેદનો પર જ ઘેરાઇ રહી છે. હાલમાં જ તેની અને તેનાં ભાઇ શોવિક ચક્રવર્તીની વોટ્‌સએપ ચેટ સામે આવી છે. જેમાં ડ્રગ્સ અંગે બંને વચ્ચે વાતચીત થઇ રહી છે. સુશાંત કેસમાં દરરોજ નવાં ખુલાસા થઇ રહ્યાં છે. તે કેસને વધુ ગુંચવી રહ્યાં છે. રિયા ચક્રવર્તીએ તેનાં ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન કબૂલ કર્યુ હતું કે, સુશાંત મારુઆના લેતો હતો. પણ તેને ડ્રગ્સથી કોઇ લેવા દેવા ન હતાં. હાલમાં જ રિયા અને શોવિકની વોટ્‌સએપ ચેટ લીક થઇ છે. જેમાં તે પોતાનાં ભાઇ પાસે ડ્રગ્સ માંગી રહી છે. ઇન્ડિયા ટૂડેની રિપોર્ટ મુજબ, રિયાએ તેનાં ભાઇને કોઇની માટે ’બડ્‌સ’ ખરીદવાં કહ્યું હતું. લિક થયેલી ચેટ ૧૪ માર્ચ ૨૦૨૦ની છે. રિયા શોવિકને મેસેજમાં લખે છે કે, તે દિવસની ૪ ફૂંકે છે તેથી એ પ્રમાણે જ પ્લાન કરજે. રિપ્લાયમાં શોવિક લખે છે શું તેને બડ જોઇએ છીએ. રિયાની આ પ્રકારની ઘણી ચેટ્‌સ સામે આવી છે. જે બાદ રિયા લખે છે, હા બીયુડી પણ. રિયાનાં આ મેસેજ બાદ શોવિક કહે છે ઠીક છે. આપણે ૫ ગ્રામ બીયુડી લઇ શકી છીએ. ૨૦ સિગરેટ થઇ ગયા. આપને જણાવી દઇએ કે બડ એક પ્રકારનું ડ્રગ્સ છે. જેની મુંબઇમાં ખુબજ ડિમાન્ડ છે. આ વિદેશથી મુંબઇ લાવવામાં આવે છે અને તે કોકેઇનથી વધુ મોંઘુ હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here