રિયાની ૧૨ જૂનના દિવસે કેક સાથેની તસવીર વાયરલ

0
15
Share
Share

શું ૧૨ જૂનના રોજ રિયા ચક્રવર્તી સુશાંતના ઘરે હતી?
તસવીરો સાથે રિયાએ કેક શોપનો આભાર માનવાની સાથે સુશાંતની એક્સ મેનેજર શ્રૃતિનો પણ આભાર માન્યો હતો
મુંબઈ,તા.૨
સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના કેસમાં ચાલી રહેલી તપાસમાં રિયા ચક્રવર્તીએ મુંબઈ પોલીસ, ઈડી, સીબીઆઈને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તે ૮ જૂનના રોજ સુશાંતના ઘરેથી નીકળી ગઈ હતી. રિયાએ પોતાના ઈન્ટરવ્યુમાં પણ જણાવ્યું કે આ પછી તેની સુશાંત સાથે વાત નહોતી થઈ, કારણ કે ગુસ્સામાં તેણે સુશાંતનો નંબર બ્લોક કરી દીધો હતો. જોકે, આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેના આધારે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ કરાઈ રહ્યો છે કે શું રિયા ૧૨ જૂને સુશાંત ઘરે જ હતી? શક્ય છે કે આ તસવીર જૂની પણ હોઈ શકે છે જે તેણે ૧૨ જૂને પોસ્ટ કરી હોય. રિયાની કેટલીક તસવીરો કેક શોપ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ તસવીરો ૧૨ જૂનની છે અને કહેવાય છે કે રિયાએ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શરે કરી હતી. તસવીરો સાથે રિયાએ એક કેક શોપનો આભાર માનવાની સાથે સુશાંતની એક્સ મેનેજર શ્રૃતિ મોદીનો પણ આભાર માન્યો હતો. તસવીરમાં દેખાતી કેટલીક બાબતોના કારણે સવાલ ઉઠી રહ્યા છે. કેક શોપના ઈન્સ્ટાગ્રામ પર રિયા ચક્રવર્તીની તસવીર દેખાય છે. સવાલ એવો પણ ઉઠી રહ્યો છે કે રિયા ચક્રવર્તીએ ૧૨ જૂન ૨૦૨૦ના દિવસે કેક કોના માટે મંગાવી હતી? રિયાની તસવીરોમાં બરાબર તેની પાછળ જે જગ્યા દેખાય છે તે સુશાંત સિંહ રાજપૂતના લિવિંગ રૂમની છે. ઘરની એક ફ્રેમમાં એસ્ટ્રોનોટની તસવીર લાગે છે, જેનો છેડાનો ભાગ બરાબર એવો છે, જેવું સુશાંતના લિવિંગ રૂમમાં છે. આ તસવીરોમાં દેખાતી કેટલીક બાબતોને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જોકે, આ તસવીરો જૂની પણ હોવાની સંભાવના છે. બને કે આ તસવીરો કેક શોપના પ્રમોશન માટે હોય, જે રિયાએ અગાઉ લીધી હોય. સામાન્ય રીતે સ્ટાર્સના સોશિયલ
મીડિયા અકાઉન્ટ્‌સ તેમના મેનેજર દ્વારા હેન્ડલ કરવામાં આવતા હોય છે. એટલે એવી શક્યતા વ્યક્ત કરાય છે કે તસવીર જૂની હોય અને કેક શોપની પ્રમોશન ડીલ માટે તેને પોસ્ટ કરવામાં આવી હોય. જોકે, ૧૨ જૂનની તારીખને લઈને એક આશંકા ફિલ્મમેકર રુમી જાફરીના નિવેદન પરથી પણ સામે આવી રહી છે. રુમીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૨ જૂને તેમણે સુશાંત સાથે એક ફિલ્મ ફાઈનલ કરી હતી, જેમાં રિયા ચક્રવર્તી લીડ એક્ટ્રેસ તરીકે દેખાવાની હતી. રુમીએ જણાવ્યું કે તેમની ૧૨ જૂનના રોજ રિયા અને સુશાંત સાથે વાત થઈ હતી. હવે આ વાત કેટલી સાચી છે તે તપાસ બાદ જ ખ્યાલ આવી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here