રિયાની ફરિયાદ ઉપર સુશાંતની બહેને આપી પ્રતિક્રિયા, કહ્યું કોઈપણ વસ્તુ અમને નહીં તોડી શકે

0
27
Share
Share

મુંબઈ,તા.૮

સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર રિયાને અભિનેતાના મોતનું કારણ માને છે. રિયાના વિરૂદ્ધ સુશાંતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારે હવે રિયાએ પણ સીધી રીતે સુશાંતના પરિવાર ઉપર પલટવાર શરૂ કર્યો છે. સોમવારે રિયા ચક્રવર્તીએ સુશાંતસિંહ રાજપૂતની બહેન પ્રિયંકાસ મૂતૂસિંહ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટર તરૂણ કુમાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. રિયાએ પ્રિયંકાસિંહ ઉપર સુશાંતના નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો આરોપ લગાવ્યો છે.

સુશાંતને તેની બહેન કાનૂનની વિરૂદ્ધ દવાઓ આપી રહી હતી. જે NDPS કલમ મુજબ આવે છે. રિયાની આ એફઆઈઆર ઉપર સુશાંતની બહેન શ્વેતાસિંહ કિર્તીએ પ્રતિક્રિયા આપી છે. શ્વેતાએ ટિ્‌વટ કરીને લખ્યું હતું કે કોઈપણ વસ્તુ અમે તોડી નહીં શકે, આ એક ખોટી એફઆઈઆર તો ક્યારેય પણ નહીં! #SSRFamilyStandsStrong #UnitedForSSRJustice સોમવારે એનસીબીની પૂછપરછ પૂરી થયા બાદ રિયા મુંબઈના બાંદ્રા ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં પ્રિયંકાની વિરૂદ્ધ પોતાની નિવેદન આપવા પહોંચી હતી. અંદાજીત ૬ કલાક સુધી તે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રહી.

રિયાની આ એક્શન ઉપર સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે કહ્યું હતું કે રિયા કેસને ભટકાવવાની કોશિશ કરી રહી છે. સાથે રિયાની જલદીથી ધરપકડ કરવાની માંગ કરી છે. વિકાસ સિંહે કહ્યું કે રિયા જબરદસ્તી મુંબઈ પોલીસને આ કેસમાં લાવવાની કોશિશ કરી રહી છે. આ મામલો સીબીઆઈના હાથમાં છે. અને મુંબઈ પોલીસે આમાં કંઈ કરવાનો અધિકાર નથી. રિયાની આવી એક્શન કલમ ૧૮૨નું ઉલ્લંઘન છે. જો રિયાની ફરિયાદને દાખલ કરવામાં આવે તો સુશાંતનો પરિવાર તેના પર એક્શન લેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here