રિયાના સમર્થનમાં ૨૫૦૦થી વધુ હસ્તીઓએ ઓપન લેટર લખ્યો

0
22
Share
Share

મુંબઇ,તા.૧૬

બૉલીવુડ સેલેબ્સ સહિત હજારો લોકોએ એક ખુલ્લો પત્ર લખીને સહીઓ કરી છે, આ ખુલ્લો પત્ર મીડિયાના નામ પર છે. આ પત્રમાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં મીડિયા કવરેજ અને રિયા ચક્રવર્તીના મીડિયા ટ્રાયલનો વિરોધ કરવામાં આવ્યો છે. રિયા ચક્રવર્તીને સુશાંત માટે ડ્રગ્સ ખરીદવા અને ઉપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તે ૨૨ સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે, સુશાંતનુ મોત ૧૪ જૂન ૨૦૨૦એ થયુ હતુ.

ફેમિનિસ્ટ વૉઇસના નામથી પબ્લિશ થયેલા આ લેટરમાં ડાયેરક્ટર અનુરાગ કશ્યપ, ગૌરી શિંદે અને જોયા અખ્તર, એક્ટ્રેસ સોનમ કપૂર અને લગભગ ૨૫૦૦ જેટલા લોકોએ સહીઓ કરી છે. ૬૦ સંગઠનોએ આ લેટરને પ્રોત્સાહન આપ્યુ છે. આ લેટરમાં ભારતની મીડિયાને સંબોધિત કરીને લખવામાં આવ્યુ છે. આમં કેહવામાં આવ્યુ છે કે- સમાચારોનો શિકાર કરો, મહિલાઓનો નહીં. આમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રસંગ માનસિક સ્વાસ્થ્યને લઇને જાગૃતિ ફેલાવવાનો હોઇ શકે છે.

પત્રમાં કહેવામાં આવ્યુ કે અમે તમને બતાવવા માટે લખી રહ્યાં છીએ કે, ન્યૂઝ મીડિયાએ રિયા ચક્રવર્તીને અનુચિત વિચ હન્ટને રોકી દો, અને સારી મહિલાઓના નૈતિક ધ્રુવિકરણને રોકી દો, અને ખરાબ મહિલાઓને સૂળી પર ચઢાવવી જોઇએ જે બધી મહિલાઓને ખતરામાં નાંખે છે. લેટરમાં કહેવામાં આવ્યુ છે કે મીડિયાએ સંજય દત્ત અને સલમાન ખાનને કેવી રીતે ક્લિન ચીટ આપી, બન્ને એક્ટરનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે.

ઓપન લેટરમાં કહેવામાં આવ્યુ છે કે તમે અંતર કમ કરી શકો છો કેમકે અમે જોયુ છે કે સલમાન અને સંજય દત્ત પ્રત્યે તમને દુનિયાને કેટલુ દયાપણુ અને સન્માન બતાવ્યુ. મીડિયા એક યુવા મહિલાનુ ચીરહરણ કરી રહ્યુ છે. જોકે, હજુ સુધી ગુનો સાબિત નથી થયો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here