રિયલ્ટી કંપનીઓ ૩૦ જૂન સુધી જીએસટી ભરી શકશે

0
10
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૯

પહેલી એપ્રિલ ૨૦૧૯થી એક ટકાથી પાંચ ટકા જેટલા નીચા જીએસટી દરનો વિકલ્પ અપનાવનાર, પરંતુ રજિસ્ટર્ડ ડિલર પાસેથી કુલ પુરવઠાનો ૮૦ ટકા પ્રાપ્ત ન કરી શકનાર રિયલ એસ્ટેટની કંપનીઓ ૩૦ જૂન સુધી જીએસટી ભરી શકશે.

જીએસટી કાઉન્સિલે પહેલી એપ્રિલ ૨૦૧૯થી ઈનપુટ ટૅક્સ ક્રેડિટના લાભ વિના પરવડી શકે તેવા ઘર માટે એક ટકા અને રહેવાસી એકમો માટે પાંચ ટકા જીએસટીનો વિકલ્પ અપનાવવાની રિયલ એસ્ટેટ કંપનીઓને પરવાનગી આપી છે.

જોકે, રજિસ્ટર્ડ ડિલર પાસેથી કુલ પુરવઠાનો ૮૦ ટકા જથ્થો પ્રાપ્ત કરવાનું તેમના માટે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

૮૦ ટકા કરતા ઓછો પુરવઠો પ્રાપ્ત કરનાર રિયલ એસ્ટેટ કંપનીઓએ ઈનપુટ તરીકે ઉપયોગ કરેલા પુરવઠા પર ૧૮ ટકા અને સિમેન્ટ પર ૨૮ ટકા જીએસટી ભરવાનો રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here