રિતિક હાલમાં ખુબ વ્યસ્ત છે

0
10
Share
Share
  • પિતા રાકેશ રોશનની હોમ પ્રોડક્શન ફિલ્મમાં હશે
  • રાકેશ રોશન ફિલ્મના કલાકારોને લઇને અંતિમ તૈયારીમાં

મુંબઇ,તા. ૨૯

બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક રિતિક રોશને હાલમાં કેટલીક નવી ફિલ્મો પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વિતેવા વર્ષોના અભિનેતા અને રિતિક રોશનના પિતા રાકેશ રોશને હવે તેમની સફળ ફ્રેન્ચાઇઝ ક્રિશની આગામી ફિલ્મ પર કામગીરી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ પર પ્રાથમિક કામ શરૂ કરવામાં આવ્યુ છે. પોતાના પિતાની ફિલ્મમાં કામ કરવા માટે રિતિક રોશન  વહેલી તકે ફ્રી થવા માટે તૈયાર છે. આ મહત્વકાંક્ષી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. રિતિકની છેલ્લી ફિલ્મ વોર રહી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપુર અને ટાઇગર શ્રોફની ભૂમિકા હતી. રિતિક રોશનની છેલ્લી હોમ પ્રોડક્શનની ફિલ્મ કાબીલ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે યામી ગૌતમે ભૂમિકા અદા કરી હતી. સાથે સાથે આટમ સોંગમાં ઉર્વશી રોટેલા નજરે પડી હતી. હાલમાં તે કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ધરાવે છે.  ક્રિશના નવા ઇન્સ્ટોલમેન્ટને લઇને તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. રિતિક રોશન સફળ અભિનેતા તરીકે સાબિત થઇ રહ્યો છે. કંગના સાથે વિતેલા વર્ષોમાં વિવાદ રહ્યા બાદ તે હવે કોઇ વિવાદમાં પડવા માટે તૈયાર છે. કેરિયર પર વધારેધ્યાન આપી રહ્યો છે. તેની છેલ્લે બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગઇ હતી. જેમાં સુપર-૩૦ અને વોર ફિલ્મનો સમાવેશ થાય છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર હિટ થયા બાદ રિતિક રોશનની બોલબાલા સૌથી વધારે જોવા મળી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here