રિઝન્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટના માલિક સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

0
29
Share
Share

અમદાવાદ,તા.૨

રિજેન્ટ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીના માલીક લગ્નના ૨૯ વર્ષ બાદ બીજી પત્ની લાવ્યા અને પહેલી પત્નીને કહ્યું “ઘર સે બહાર નિકલ મેને ડૂસરી શાદી કર લી હૈં”. પત્નીએ આ ઘર મારુ છે, તેમ કહી પતિ અને શોક (તેની બીજી પત્ની)ને બહાર કાઢી મૂક્યા હતા. જોકે પતિ અવારનવાર ફોન કરી ટોર્ચર કરતો અને ધાકધમકી આપતો હોઈ પત્નીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદી ઈકબાલુન્નીસાના જણાવ્યા મુજબ તેના અને હબીબબેગના લગ્ન ૧૯૯૨માં થયા હતા. લગ્નજીવનથી દંપતીને બે પુત્રો ૨૮ વર્ષનો સઈદ અને ૨૪ વર્ષનો સમીર છે. સઈદના લગ્ન થઈ ગયા છે.

૨૦૦૭ પછી પત્ની ઈકબાલુન્નીસાને પતિ હબીબબેગ સાથે નાની નાની બાબતે તકરાર કરી પરેશાન કરતો હતો. હબીબબેગે ૨૦૧૯માં બીજા લગ્ન કર્યા તેની જાણ ઇકબાલુન્નીસાને  બે માસ પછી થઈ હતી. પતિએ પત્ની ઈકબાલુન્નીસાને ઘરની બહાર નીકળવા જણાવ્યું પણ પત્નીએ ઘર મારુ છે તેવી દલીલ કરી હતી. હબીબ બીજી પત્નીને લઈ જુદો રહેવા ગયો હતો. ઈકબાલુન્નીસાએ વધુમાં જણાવ્યા મુજબ રિજેન્ટ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ અને રિજેન્ટ કાર્ગો મુવર્સ કંપનીના નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હબીબબેગ છોટુબેગ મોગલ પાસે મોટા પુત્રે પત્ની ગર્ભવતી હોવાથી પૈસાની માંગણી કરી હતી.

૨૦૧૯માં બીજા લગ્ન કરનાર હબીબબેગએ પૂત્રને પૈસા આપવાનો ઇનકાર કરી પહેલી પત્ની ઈકબાલુન્નીસાને ફોન કરી તારા બન્ને પુત્રોને વેપારમાંથી કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી. પતિ બીજા લગ્ન બાદ અવારનવાર ફોન અને મેસેજ કરી ટોર્ચર કરતો અને ધાકધમકી આપતો હતો. બનાવ અંગે ઈકબાલુન્નીસાએ પતિ હબીબબેગ સામે ફરિયાદ આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here