રા.મ્યુ. કોર્પો.ના શાસક પક્ષના સત્તાધીશો-તંત્રવાહકો વિકાસની આંધળી દોટમાં જેટકોએ આપેલ ચેતવણીને પણ ઘોળીને પી ગયા..!

0
12
Share
Share
  • વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ કર્યા ચોંકાવનારા આક્ષેપો

રાજકોટ, તા. ૨૬

રાજકોટ મ્યુનિ. કોર્પો. અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે રુડા સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ અત્યાર સુધી રાજકોટની ભોળી પ્રજા ને છેતરવામાં તો માહિર હતા જ હવે એટલી હિંમત વધી ગઈ કે વરસોથી રાજકોટમાં રાજ કરતા ભાજપ અને કહેવાતા  ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને પણ છેતરવા લાગ્યા છે તેવા ચોંકાવનારા આક્ષેપો રા. મ્યુ. કોર્પો.ના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ કર્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ગણાતો વાવડી વિસ્તારમાંથી ગોંડલ રોડને જોડતા ૨૪ મીટરના ડી.પી. રોડનું કામ કરવામાં આવ્યું અને આ રોડ જ્યાં દર્શાવવામાં આવેલ છે ત્યાં એ રોડ પર સને ૧૯૭૬ થી ૬૬ કેવીની હેવી ઇલેક્ટ્રિક લાઈન હયાત હતી જ એની નીચે ઉચ્ચ સરકારી અધિકારીઓએ ૨૪ મીટરનો ડી.પી. રોડ દર્શાવી દીધો જે ડ્રાફ્ટ સ્કીમ અમલી બની છે. સને ૨૦૦૪ થી એટલે કે ડ્રાફ્ટ સ્કીમ બની એ પહેલાં થી જ ત્યાં આ ૬૬ કેવીની હેવી ઇલેક્ટ્રિક લાઈન હયાત હતી તો જો એ હયાત હતી તો ત્યાં રોડ એની નીચે બની કેવી રીતે શકે !!? અને બને તો એના માપદંડો મુજબ બનવા જોઈએ જ્યારે રા.મ્યુ. કોર્પો.એ આ રસ્તો બનાવીને લોકઉપયોગ માટે ખુલ્લો મુક્યો એ પહેલાં જેટકો એટલે કે સરકારના ઇલેક્ટ્રિક બોર્ડની પરવાનગી લેવા કહ્યું હતું.

પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાધીશો અને ભાજપના લોકોને સામાન્ય પ્રજાના જીવન કરતા વિકાસ દેખાડવાની આંધળી દોટ અને કામની મલાઈ દેખાતી હતી એટલે લોકોને જીવ ના જોખમે મૂકીને ઇલેક્ટ્રિક બોર્ડની પરવાનગી ન લીધી અને રસ્તો ખુલો મૂકી દીધો… આ રસ્તા માટે જેટકોએ અવારનવાર કોર્પોરેશનને લખેલ કે તમે રસ્તો જે બનાવ્યો છે એ ધારાધોરણ મુજબ નથી બનાવેલ અને ઉપયોગ માટે ન લેવો લોકોને જીવનું જોખમ ઉભું થશે તો જેટકો જવાબદાર નથી પણ આવી ચેતવણીને પણ કોર્પોરેશન અને રુડા ના ઉચ્ચ અધિકારીઓ ઘોળી ને પી ગયા.

ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરી ના પ્રજાસત્તાક પર્વ માં રુડા દ્વારા પણ મુખ્યમંત્રીના હસ્તે કામનું ખાતમુહૂર્ત કરાવ્યું અને લોકાર્પણ પણ આ સ્થળ પર જવા ને બદલે કાલાવડ રોડ ઉપર થી જ કરાવી દીધું રુડા ના ઉચ્ચ અધિકારીઓની હોશિયારીનો આ નમૂનો અને ભાજપ ની સસ્તી પ્રસિદ્ધિ ની આ હકીકત કે સ્થળ ઉપર શું છે કેમ છે કાઈ જોયા વગર જ બધુ ડીંડક હાલે છે

આમ, નિયમોનો ઉલાળીયો કરીને અને લોકોના જીવને જોખમ રહે એમ આ રોડ બનાવેલ છે. જેટલું સુરક્ષિત અંતર ઇલેક્ટ્રિક લાઈનથી રાખવું જોઈએ એટલું રાખેલ નથી એવું ઇલેક્ટ્રિક બોર્ડ સ્પષ્ટપણે કહે છે અને આ વાત ની જાણ એણે રુડા ના ઉચ્ચ અધિકારીઓ ને લેખિતમાં કરેલ પણ આ ઉચ્ચ અધિકારીઓના પેટ નું પાણી પણ નથી હલતું તેમ અંતમાં રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here