રા. મ્યુ.કોર્પો.એ હાથ ધરેલ ચેકીંગ ઝુંબેશમાં પાણીચોરી કરતા સાત ઝડપાયા અને ભૂતિયા જોડાણો ચાર કપાયા

0
14
Share
Share

રાજકોટ, તા. ૨૬

રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં ઝુંબેશ શરુ કરવામાં આવી છે. ગઈકાલે રાજકોટ મનપાના ઈસ્ટ ઝોનના વોર્ડ નં. ૫ અને ૧૮માં ડાયરેક્ટ પમ્પિંગ કરતા કુલ ૬ આસામીઓને નોટીસ આપવામાં આવેલ. સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૧ અને ૧૨ માંથી ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ ૧ અને કુલ ૫ ભૂતિયા કનેક્શન કપાત કરવામાં આવ્યા છે. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૫માં ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓ સામે પગલા લેવાયા છે તેમાં ગાંધી સ્મૃતિ સોસાયટી, વલ્લભનગર, વોર્ડ નં. ૧૮માં જે.કે.પાર્ક વિસ્તારોમાં પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરાયેલ. સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૧માં ગાંધીગ્રામ, લાખનો બંગલો અને વોર્ડ નં. ૧૨માં આસ્થા રેસીડેન્સી વિસ્તારોમાં પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરાયેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here