’રાહુલ ગાંધી કોંગ્રેના ભગવાન છે, જેમણે જે કરવું હોય કરી લેઃ આચાર્ય પ્રમોદ ક્રૃષ્ણમ

0
14
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૫

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પોતાની આત્મકથા ’અ પ્રોમિસ્ડ લેન્ડ’માં રાહુલ ગાંધીને એક નર્વસ નેતા ગણાવ્યા. રાહુલ ગાંધી પર ઓબામાની ટિપ્પણી બાદ કોંગ્રેસ નેતા બરાક ઓબામા પર હુમલાવર થઈ રહ્યા છે. જ્યારે ભાજપ આ મુદ્દાને લઈ કોંગ્રેસ પર તંજ કસી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીનું સમર્થન કર્યું. ૨૦૧૯ની ચૂટણીમાં લોકસભાથી કોંગ્રેસ ઉમેદવાર રહેલા આચાર્ય પ્રમોદે ટ્‌વીટ કરી કહ્યું, “રાહુલ ગાંધી કોંગ્રેસના ભગવાન છે, જેમણે જે કરવું હોય એ કરી લે.

ટ્‌વીટ સાથે આચાર્ય પ્રમોદે પોતાનો એક વીડિયો પણ જાહેર કર્યો વીડિયોમાં તેમણે બરાક ઓબામાને મોદી ભક્ત ગણાવ્યા છે. આચાર્ય પ્રમોદે વીડિયોમાં કહ્યું, શું ઓબામા રાહુલ ગાંધીના સહપાઠી રહ્યા છે, શું રાહુલ ગાંધી જે સ્કૂલમાં ભણ્યા ઓબામા તેના માસ્ટર હતા? શું ઓબામાએ લોકોને સર્ટિફિકેટ આપવાની સંસ્થા ખોલી લીધી છે? બરાક ઓબામાને કેવી રીતે ખબર પડી કે રાહુલ ગાંધી અયોગ્ય છે? કાબિલ નથી? તેમને કેવી રીતે ખબર પડી કે રાહુલ ગાંધી નર્વસ વિદ્યાર્થી છે? ઓબામાને આ વાત ખબર હોવી જોઈએ કે રાહુલ ગાંધી કોંગ્રેસના કરોડો કાર્યકર્તાના ભગવાન છે. બરાક ઓબામા પોતાની સીમામાં રહે. અથવા તો ખુલીને બોલી દે કે તેઓ મોદી ભક્ત બની ગયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here