રાહુનો વૃષભ રાશીમાં પ્રવેશ અને તેનું ફળ કથન

0
41
Share
Share

અધિક આસો શુદ સાતમ ને બુધવારે તારીખ ૨૩-૯-૨૦ ના સવારે ૧૦ કલાકે રાહુ વૃષભ રાશીમાં પ્રવેશ કરશે અને કેતુ વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે.

જે દોઢ વર્ષ રાહુ વૃષભ રાશીમાં અને કેતુ વૃશ્ચિક રાશીમાં રહેશે.

રાહુમાં શેરબજાર, સટ્ટો, યાત્રા, તિર્થયાત્રા, આત્મ સન્માન. આધાત્મ શત્રુ, દુર્ઘટના, ગેરકાનુની કામ, રાજકારણ, રાજકિય બાબતો, રાજકારણના જગડા પર રાહુ પ્રભુત્વ રહેલ છે.

જયારે કેતુમાં કારાવાશ, ધર્મ ધાર્મીક સ્થળ પર કેતુનું પ્રભુત્વ છે.

રાશી પ્રમાણે ફળ કથન

(૧) મેષ રાશી (અ.લ.ઇ.) મેષ રાશીના જાતકોને રાહુ બીજા સ્થાનેથી પસાર થશે. વાણી વ્યવહારમાં સાવચેતી રાખવી. કુટુંબ સાથે સારો મેળાપક રહે. વિલ વારસાગત પ્રશ્નો ઉદભવે, છુપા શત્રુનું જોર વધે, વ્યાપારમાં સાવચેતી રાખવી.

(ર) વૃષભ (બ.વ.ઉ.) વૃષભ રાશીના જાતકોને રાહુ દેહ ભુવનમાંથી પસાર થશે, માનસીક ટેન્સન રહે, દાંમ્પત્ય જીવનના પ્રશ્નો ઉદભવે, ધાર્મિક યાત્રા થાય.

(૩) મિથુન (ક.છ.ધ.) મિથુન રાશીના જાતકોને રાહુ બારમાં સ્થાનેથી પસાર થાય, ખોટા ખર્ચામાં વધારો થાય, ખોટા ખર્ચાથી બચવુ, શત્રુમાં વધારો થાય, ખોટી દોળધામ થાય, શેર સટ્ટાથી બચવુ.

(૪) કર્ક (ડ.હ.) કર્ક રાશીના જાતકોને બારમા રાહુમાંથી રાહત મળશે. લાભ સ્થાનમાંથી રાહુ આવશે. વાર્ષીક આવકમાં વધારો નોંધાય, મોટાભાઇ બહેનો સાથે મેળ વધવાની શકયતા છે, અચાનક કોઇ લાભ મળવાની શકયતા છે.

(પ) સિંહ રાશી (મ.ટ.) સિંહ રાશીના જાતકોને રાહુ કર્મ ભુવનમાંથી પસાર થશે, વ્યાપારમાં વધારો નોંધાય, કોમ્પ્યુટર તથા નવિ ટેકનોલોજીના વ્યાપારીને વ્યાપારમાં ધ્યાન આપવાથી પ્રગતી થાય, નોકરીયાત વર્ગને ફાયદો, જમીન-મકાનના પ્રશ્નો ઉદભવી શકે છે.

(૬) કન્યા રાશી (પ.ઠ.ણ.) કન્યા રાશીના જાતકોને રાહુ ભાગ્ય ભુવન માંથી પસાર થશે, રાહુ આપને ધર્મ આધાત્મ શ્રેત્રે આગળ વધારે, ભાગ્યોદય થાય, નાના ભાઇ બહેનો સાથે અળબનાવ વધે નહિ તેનું ધ્યાન રાખવુ, આપનું ભાગ્ય આપને સાથ આપશે જો જન્મના ગ્રહો સારા હશે તો.

(૭) તુલા રાશી (ર.ત.) તુલા રાશીના જાતકોને આઠમા સ્થાનેથી રાહુ પસાર થશે, વિલ વારસાના પ્રશ્નો ઉદભવે, વાહન ધિમે હકાવુ, અકસ્માતના યોગ ખરા, વારસાગત વ્યાપારમાં સાવચેતી પુર્વક વ્યાપાર કરવો.

(૮) વૃશ્ચિક રાશી (ન.ય.) વૃશ્ચિક રાશીના જાતકોને સાતમા સ્થાનેથી રાહુ પસાર થશે, સ્વભાવ શાંત રાખવો, ભાગીદારીના વ્યાપારમાં સાવચેતી રાખવી, નવિ ભાગીદારીના યોગ ખરા, વિવાહમાં વિલંભ થાય.

(૯) ધન રાશી (ભ.ફ.ધ.) ધન રાશીના જાતકોને છઠ્ઠા સ્થાનેથી રાહુ પસાર થશે, શત્રુ પર વિજય મળે, ખોટા ખર્ચાથી બચવુ, નોકરીયાત વર્ગને પ્રમોસન મળે.

(૧૦) મકર રાશી (ખ.જ.) મકર રાશીના જાતકોને પાચમા સ્થાનેથી રાહુ પસાર થશે, સાથે મોટી પનોતી પણ ચાલુ છે, આથી સાવચેત રહેવુ, શેર સટ્ટાથી દુર રહેવુ, ખોટા મિત્રોથી દુર રહેવુ, વિધાર્થી વર્ગે અભ્યાસમાં ધ્યાન આપવુ તો સારૂ રિઝલ્ટ આવશે.

(૧૧) કુંભ રાશી (ગ.શ.સ.) કુંભ રાશીના જાતકોને રાહુ સુખભુવનમાંથી પસાર થશે, ચોથા સ્થાનેથી રાહુ પસાર થશે, જમીન-મકાનની ખરીદીમાં સાવચેતી રાખવી, પોતાના ઘરના સભ્યો સાથે હળી મળીને રહેવુ, જરૂરી બીમારીનો સામનો કરવો પડે.

(૧ર) મીન રાશી (દ.ચ.ક્ષ.ય.) મીન રાશીના જાતકોને રાહુ ત્રીજા સ્થાનેથી પસાર થશે, જેટલી મહેનત કરશો તેટલુ સારૂ ફળ મળશે, નાના પ્રવાસ થાય, મહેનતનું ફળ પુરતુ મળે, નવિન તક મળે.

ખાસ કરીને રાહુ મિથુન રાશીના જાતકોને બારમેથી તુલા રાશીના જાતકોને આઠમેથી અને કુંભ રાશીના જાતકોને રાહુ ચોથા સ્થાનેથી પસાર થશે. આથી તેવોએ દરરોજ અથવા દર સોમવાર અને બુધવારે મહાદેવજીને કાળા તલ ચડાવા.

રાહુનું દાન કાળુ કપડુ, કાળા તલનું ધન મહાદેવ પાસે બુધવારે મુકવુ.

મહાદેવજીની ઉપાસના કરવી, શિવ ચાલીસાના પાઠ કરવા, ૐ નમઃ શિવાયના જપ કરી શકાય, રાહુના જપ કરાવી શકાય જેનાથી રાહુ પીડામાંથી રાહત મળશે.

ભારતની રાશી કુંડળી પ્રમાણે રાહુ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે જે ભારતના શત્રુઓને હંફાવશે શત્રુ પર વિજય મળે.

તારીખ ૨૩-૯-૨૦ ત્યારબાદ દિપાવલી આસપાસ કોરોનાની બીમારીના કોઇ રાહતના સમાચાર મળવાની શકયતા છે.

ભારતના લોકોના આર્થિક ખર્ચમાં વધારો, ફુગાવામાં પણ વધારો નોંધાશે.

શાસ્ત્રી રાજદીપ જોષી

વૈદાંતરત્ન

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here