રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુત્રાપાડા દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ

0
25
Share
Share

પ્રાચી, તા.૧૧

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુત્રાપાડા પરિવાર દ્વારા આયોજિત પ્રા.શાળાના શિક્ષક પરિવારની વોલીબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. વોલીબોલ ટુર્નામેન્ટ દ્વારા શિક્ષકોમા ખેલદિલીની ભાવના વિકસે,શિક્ષકો વચ્ચે પ્રેમભાવના ,એકતા વધે અને સરકારશ્રીના ફીટ ઈન્ડિયા કાર્યક્રમ ને સિદ્ધ કરવા જેવાં રચનાત્મક અભિગમ માટે વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુત્રાપાડા તાલુકાની તમામ પે.સેન્ટર ની ટીમોએ ભાગ લીધો હતો.આ તકે સુત્રાપાડા તાલુકાના પ્રા. શિક્ષણાધિકારી  ધીરુભાઈ પરમાર, કે.ની રમેશભાઈ ખેર, બીઆરસી  હરેશભાઈ જાદવે હાજરી આપી હતી.

વિજેતા ટીમ સુત્રાપાડા પે સેન્ટર ૧ ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ ના અધ્યકક્ષ દિનેશભાઈ પરમાર દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તથા ઊપવિજેતા ધામળેજ પે સેન્ટરને મહામંત્રી દેવાયતભાઈ ભોળા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બેસ્ટ શુટર ખેલાઙી વાધ કરશનભાઈને શૈક્ષિક મહાસંઘ સુત્રાપાડા ના અધ્યકક્ષ પ્રતાપસિંહ ચૌહાણ અને મહામંત્રી  નગાજણભાઈ બારડ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી તથા બેસ્ટ નેટર હરીભાઇ ઝાલાને તમામ પે.સેન્ટર ના આચાર્ય દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંગઠનના ઉપાધ્યક્ષ રમેશભાઈ ડોડિયા તેમજ સમગ્ર ટીમ દ્વારા મહેનત કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here