રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

0
26
Share
Share

દહેગામ,તા.૨૦

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી ઈન આર્ટિફિશ્યલ ઇન્ટેલલીગેન્સ વલ્નરેબિલીટી અસેસમેન્ટ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ વિષે યોજાયો હતો. જેનું સંચાલન સ્કૂલ ઓફ ઇન્ફોરમેશન ટેકનોલોજી આર્ટિફિશ્યલ ઇન્ટેલલીગેન્સ એન્ડ સાયબર સિક્યુરિટીએ કર્યું હતું.

પ્રોફ. ડૉક્ટર બિમલ પટેલ (રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર) એ કુશળ  માર્ગદર્શક હેઠળ  ગુલશન  રાય ( ભારતના પૂર્વ  સાયબર સેક્યુરીટી કોર્ડિનેતર)ને કિનોટ સ્પીકર તરીકે આવકાર્ય હતા. એમના વ્યાખ્યાનમાં ૧૨૦ થી વધારે સહભાગી વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના પોલીસ કર્મચારીઓ અને સીઆરપીએફના ઓફિસર્સએ એમના બોહળા અનુભવનો લાભ મેળવ્યો હતો.

તેઓએ મુખય વિષય તરીકે ભારત માં સાયબર સિક્યુરિટીની સ્થિતિ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજેન્સ અને ભારતના ઉજ્જવળ ભવિષ્યબાજુ  ઉઠાવેલ કદમ ઉપર ભાર રાખ્યો હતો. બીજા નિષ્ણાતો સી .ડેક, આઈ.બી.એમ, ડેલોઈટ, અમેરિકન એક્સપ્રેસ જેવી પ્રતિસ્થિતઃ કંપની માંથી હતા અને એમનું જ્ઞાન પ્રતિભાગીઓ જોડે પરસ્પર કર્યું હતું. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ન્યૂ-જર્સી અને થાઇલેન્ડથી પણ જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here