રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની તબિયત લથડી, દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

0
32
Share
Share

ન્યુ દિલ્લી તા.૧૪

થોડા દિવસ પહેલા જ કોરોનાથી સંક્રમિત થયા હતા

એકબાજુ દિવાળીનો તહેવાર છે ત્યારે કોંગ્રેસ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની તબિયત લથડી છે. હાલ એહમદ પટેલને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ડોક્ટરોની ટીમ સતત સારવાર આપી રહી છે

એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં તેમને લમ્સ ઇન્ફેક્શન થયું હતું. હાલ દિલ્હીના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહી છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઠવાડિયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ખબર અંતર પૂછ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, હાલ એહમદ પટેલની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here