રાષ્ટ્રીય કામધેનુ આયોગ તથા એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયા (ભારત સરકાર) દ્રારા વેબીનાર

0
20
Share
Share

રાજકોટતા.૧૭

રાષ્ટ્રીય કામધેનુ આયોગ તથા એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયા (ભારત સરકાર) દ્રારા ‘‘ગૌ આધારિત અર્થવ્યવસ્થા‘‘ તથા ‘‘દૂધ ન દેતી ગાય અને નિઃસહાય ગાયના સંરક્ષણ‘‘ તેમજ ’’ગૌશાળા પાંજરાપોળોનાં સ્વાવલંબન‘‘ અંગે વેબીનાર

રાષ્ટ્રીય કામધેનુ આયોગ તથા એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયા (ભારત સરકાર) દ્વારા ’ગૌ આધારિત અર્થવ્યવસ્થા’ તથા ’દૂધ ન દેતી ગાય અને નિઃસહાય ગાયના સંરક્ષણ’’ તેમજ ’ગૌશાળા-પાંજરાપોળોનાં સ્વાવલંબન‘‘ અંગે વેબીનાર યોજાશે. જેમાં મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત ’ગૌસેવા અને સામાજીક જવાબદારી‘‘ તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ચાલી રહેલા ’કામધેનું દિપાવલી અભિયાન’ અંગે માહિતી અને માર્ગદર્શન આપશે. આ વેબીનારમાં પ્રોફેસર આર.એસ.ચૌહાણ (સદસ્ય, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા) ’’ગૌ આધારીત ઉત્પાદન અને ઔષધીય મુલ્યો‘‘ પર,ગીરીશભાઈ શાહ (સદસ્ય, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા) ’’ગૌશાળા-પાંજરાપોળોના સ્વાવલંબન’’ અંગે તથા ડો. એસ.કે.દાસ (સચિવ, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા) પોતાનું માર્ગદર્શન આપશે. આ વેબીનારમાં તા. ૧૮, ઓકટોબર, રવીવારે બપોરે ૨-૦૦ થી ૪-૦૦ સુધી ગુગલ મીટ ળયયિં.લજ્ઞજ્ઞલહય.ભજ્ઞળ/સજ્ઞત-ૂુવદ-તરિ લિંક પરથી જોડાય શકાશે.

આ વેબીનારની વિશેષ માહિતી માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ’કામધેનુ દિપાવલી અભિયાન‘‘નાં મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here