રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ રાજયમાં ઈન્દુ આયુર્વેદીક કોવીડ કેર સેન્ટરનું વડોદરા ખાતે પ્રારંભ કરાવ્યો

0
18
Share
Share

આયુર્વેદ એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. વિશ્વમાં કોરોનાની ફેલાયેલી મહામારી દરમિયાન ઓછા લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓની સારવાર આયુર્વેદ વિભાગ દ્રારા દર્દી પર સફળ ઉપચાર કરીને પુરવાર કર્યું છે. આ ઉપરાંત આયુર્વેદના પ્રાચીન પુસ્તકોના આધારે રીસર્ચ કરીને બનાવેલી ત્રણ દવાઓ અસરકારક હોવાથી તેના રાજયના આયુષ વિભાગની સાયન્ટીફીક કમિટીએ માન્યતા આપી છે. વડોદરા શહેર નજીક અંકોડિયા ખાતેના રાજયમાં બીજા ઈન્દુ કોવિડ કેર સેન્ટર ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા અને ડો. હિતેશ જાનીએ જણાવ્યું હતું. શહેર નજીક અંકોડીયા ખાતે ૩૫ બેડના ઈન્દુ આયુર્વેદ કોવિડ સેન્ટરને સરકાર તરફથી મંજુરી મળેલી છે. રાષ્ટ્રીય  કામધેનુ આયોગના નિષણાંતો દ્રારા આયુર્વેદ ઔષધની આયુર્વેદિક રીસર્ચ પ્રોટોકોલ આધારીત કોરોના વાયરસ અને દર્દીઓની ચિકિત્સા અને સારવાર કરવાથી તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યા છે. તે આધારે જ ઈન્દુ આયુર્વેદિક કોરીડ સેન્ટર ખાતે દદર્ીઓને અત્યંત કિફાયતી દરે સારવાર થશે. હોસ્પિટલમાં રહીને સારવાર કરનાર અને કવોરન્ટાઈન રાષ્ટ્રીય આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાએ ઈન્દુ બ્લડ બેંકના વિજય શાહને બુકે આપ્યો હતો.ઘરે રહીને પણ સારવાર કરાવવા ઈચ્છતા દર્દીઓને દવાઓ આપવામાં આવશે. તેવું રાષ્ટ્રીય કામધન આયોગના ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું.રાજયના આયુષ વિભાગની સાયન્ટીફીક કમિટી દ્વારા ત્રણ આયુર્વેદ દવાઓને માન્યતા મળી છે. જેમાં સંજીવની વટી (ગોળી)  ગોજહવાદિ કવાથ (ઉકાળો અને પંચગવ્ય મેન્યુઅલ્સ (લીકવીડ) નો સમાવેશ થાય છે જે દર્દીને ચિકિત્સા કરીને જરુરીયાત પ્રમાણે આપવામાં આવે છે. જે રીતે અંકોડીયા ખાતે પણ અપાશે તેવું ડો. હિતેશ જાનીએ જણાવ્યું હતું. પ્રથમ કોવિડ કેર સેન્ટર રાજકોટ ખાતે શરુ થયું છે. આ પ્રસંગે ઈન્દુ હેલ્થ સેન્ટરના ડો. વિજય શાહ મેયર ડો. જીગીશાબેન શેઠ અને સાંસદ રંજનબેન ભટ્ટે પણ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે આયુર્વેદમાં પણ સારવાર પદ્ધતિ અને ઔષધો છે. કોરોનાના દદર્ીઓને ધ્યાનમાં રાખીને આયુષ

મંત્રાલય દ્રારા માન્યતા પ્રાપ્ત અને રાષ્ટ્રીય કામધેનુ સેવા આયોગ દ્રારા પણ એક આયુર્વેદિક કીટ તૈયાર કરવામાં આવી છે. શનિવારે ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ સેવા આયોગ અને વડોદરા ઈન્દુ આયુર્વેદ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે અંકોડીયા ખાતે આયુર્વેદના પ્રથમ ઈન્દુ આયુર્વેદ કવીડ કેર સેન્ટરના પ્રારંભ સંદર્ભે યોજાયેલી એક બેઠકમાં આયોગના સ્થાપક અને પ્રમુખ ડો. વલ્લભભાઈ કથીરિયાએ આ માહિતી આપી હતી. આ કોવીડ કેર સેન્ટરમાં ૩૫ બેડ રાખવામાં આવ્યા છે. જેમાં પંચગવ્ય, નસ્ય અને ધૂપ, વિરેચન, વમન જેવી સારવાર આપવામાં આવી રહી છે. રાજયમાં રાજકોટ બાદ વડોદરામાં આ બીજુ સેન્ટર છે. પંચગવ્ય ગ્રેન્યુઅલ્સ, વિશેષ આયુર્વેદિક દવા અને ઉકાળાથી કોરોનાના દદર્ીઓનો ઈલાજ આ સેન્ટર ખાતે થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here