રાષ્ટ્રપતિ બાઇડેનના પત્ની માટે વ્હાઇટ હાઉસમાં નવ કરોડનું ટોયલેટ બનાવવામાં આવ્યું

0
26
Share
Share

વોશિંગ્ટન,તા.૧૧

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનના પત્ની જીલ બાઇડેન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસમાં ૧.૨ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૯ કરોડ રૂપિયાનું ટોયલેટ બનાવામાં આવ્યા છે. આ વ્હાઇટ હાઉસના ઇસ્ટ વિંગમાં બનાવવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ટોયલેટ પાછળ આટલા બધા નાણાં ખર્ચાતા અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ટ્રમ્પ સમર્થકોએ તેને કરદાતાઓના પૈસાની બર્બાદી ગણાવી છે.

ટીએમજેડના અહેવાલ મુજબ સંઘીય દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે આ શૌચાલયોના નવીનીકરણનું કામ ફર્સ્ટ લેડીની ઓફિસની નજીક કરવામાં આવી રહ્યું છે. આ શૌચાલયો બનાવવાની કામગીરી અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી પરંતુ સંકેત આપવામાં આવ્યા છે કે પ્રોજેક્ટ મેના મધ્ય સુધીમાં પૂરો થઈ જશે. બાઇડેનના આગમન પહેલા વ્હાઇટ હાઉસની ‘સફાઈ’ માટે ૧ લાખ ૨૭ હજાર ડોલર આપવામાં આવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા બાદ જો બાઇડેન ૨૦ જાન્યુઆરીએ શપથ લેશે. બીજી બાજુ જો બાઇડેનના પત્ની જીલ બાઇડેન (૬૯) પણ પ્રથમ મહિલા તરીકે રેકોર્ડ બનાવવા જઇ રહ્યા છે. વ્યવસાયે શિક્ષક ડૉકટર જીલ બાઇડેન પાસે ચાર ડિગ્રીઓ છે અને વ્હાઇટ હાઉસ ખાતે ફર્સ્ટ લેડીની જવાબદારીઓ નિભાવતા તે બહાર ભણાવવાનું ચાલુ રાખશે. જીલ બાઇડેન અમેરિકાના ૨૩૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા હશે જેણે વ્હાઇટ હાઉસની બહાર કામ કરીને પગાર મેળવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here