રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ અમેરિકા – ભારત વચ્ચે થઈ શકે છે વેપાર કરાર

0
24
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

અમેરિકા અને ભારત વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ એક નાનો વેપાર કરાર થઈ શકે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૩ નવેમ્બરે છે. અમેરિકા-ભારત રણનૈતિક અને ભાગીદારી પ્લેટફોર્મ (ેંજીૈંજીઁહ્લ) દ્વારા સોમવારે વર્ચ્યુઅલી આયોજીત ત્રીજી ભારત-અમેરિકા નેતૃત્વ શિખર સંમેલનને સંબોધિત કરતા અમેરિકાના ઉપ વિદેશ મંત્રી સ્ટીફન બેગુને જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પમાં પરસ્પર ઘણાં સારા સંબંધો છે. બન્ને એક વેપાર કરાર કરવા અંગે પ્રતિબદ્ધ છે. એવામાં એક નાના કરારની સંભાવના છે.

બેગુનથી અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ નાના વેપાર કરાર અંગે સંભાવના બાબતે પૂછવામાં આવ્યું હતું. ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રિચર્ડ વર્માએ તેમને સવાલ કર્યો કે, શું તમને લાગે છે કે ચૂંટણી પહેલા નાના વેપાર કરારની સંભાવના છે? બેગુને જવાબ આપ્યો તે આની સંભાવનાઓ છે. જો કે આના માટે આપણે વધુ કોશિશ કરવી પડશે.

વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ગત નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં અમેરિકા સતત બીજા વર્ષે ભારતનું સૌથી મોટો વેપાર ભાગીદાર રહ્યું. ગત વર્ષમાં બન્ને દેશોનો દ્વિપક્ષિય વેપાર ૮૮.૭૫ અબજ ડોલર રહ્યો, જે ૨૦૧૮-૧૯માં ૮૭.૯૬ અબજ ડોલર હતો. અમેરિકા અમુક એવા દેશોમાંથી છે જેની સાથે ભારત વેપાર સરપ્લસની સ્થિતિમાં છે. ૨૦૧૯-૨૦માં આ વેપાર અંતર ૧૭.૪૨ અબજ ડોલરે પહોંચ્યું, જે તેનાથી અગાઉના વર્ષમાં ૧૬.૮૬ અબજ ડોલર હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here