રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસ માટે ગુજરાત આવે તેવી શક્યતા

0
18
Share
Share

અમદાવાદ,તા.૧૧

ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લઇ શકે છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરમાં ૨૫ અને ૨૬ નવેમ્બરે આવી શકે છે.

ગાંધીનગરમાં ૨૫ અને ૨૬ નવેમ્બરે સ્પીકર કોન્ફરન્સ યોજાશે જેમા દેશના તમામ રાજ્યો સ્પીકર ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ઁસ્ મોદી વર્ચ્યુલ રેલીને સંબોધન કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૫ નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી શકે છે. અને ૨૬ નવેમ્બરના રોજ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજનમાં ભાગ લઇ શકે છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે, ગુજરાતમાંથી પણ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ પણ હાજરી આપશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here