રાષ્ટ્રપતિની મંજૂરીઃ હવે માનવ સંસાધન મંત્રાલય શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે

0
20
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

માનવ સંસાધન વિકાસ મંત્રાલય હવે શિક્ષણ મંત્રાલય બની ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય પ્રધાન મંડળના નિર્ણયને મંજૂરી આપી છે. મંત્રાલયનું નામ બદલવા સહિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) ના મુદ્દામાં ઘણી મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી. ગયા મહિને કેન્દ્રીય કેબિનેટે આ નીતિને મંજૂરી આપી હતી.

રાષ્ટ્રપતિએ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલયમાં બદલવાની મંજૂરી આપી દીધી છે. જાહેરનામા મુજબ હવે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જગ્યાએ શિક્ષણ મંત્રાલય લખવામાં આવશે.

તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળમાં ૧૯૮૫માં શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરવામાં આવ્યું હતું. પીવી નરસિંહ રાવ રાજીવ ગાંધી કેબિનેટમાં પ્રથમ માનવ સંસાધન વિકાસ પ્રધાન બન્યા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here