રાવપુરા પોસ્ટ ઓફિસમાં ૯ કર્મચારીઓ સંક્રમિત થતાં પોસ્ટ ઓફિસ બંધ કરવામાં આવી

0
30
Share
Share

વડોદરા તા. ૨૬

વડોદરા શહેરની રાવપુરા પોસ્ટ ઓફિસમાં ૯ કર્મચારીઓ સંક્રમિત થતાં પોસ્ટ ઓફિસ બંધ કરવામાં આવી છે અને પોસ્ટ ઓફિસમાં સેનેટાઇઝન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અન્ય કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાવપુરા પોસ્ટ ઓફિસમાં કર્મચારી એ.જી. પરમારે જણાવ્યું હતું કે, કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટવ કેસ આવતા હવે કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમારા મલિક સાહેબ પણ પોઝિટિવ આવ્યા છે, જેથી તેઓ ક્વોરન્ટીન થયા છે

પાલિકાના પૂર્વ ઝોનની કચેરીઓમાં સેનેટાઇઝ યુનિટ અને લિક્વિડ પાછળ રૂ.૨.૪૦ લાખનો ખર્ચ થયો

પૂર્વ ઝોનના ત્રણ વોર્ડમાં બોડી સેનેટાઇઝ કરવા માટે સેનેટાઈઝિંગ યુનિટ લગાવવા પાછળ કુલ રૂપિયા ૨.૪૦ લાખનો ખર્ચ થયો છે. જી.પી.એમ.સી. એક્ટની કલમ ૬૮સી મુજબ કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વિના સમગ્ર કામગીરી થતાં આ બાબતે સ્થાયી સમિતિનું ધ્યાન દોરવામાં આવ્યું છે. કોરોના કાળ દરમિયાન પાલિકા હસ્તકના પૂર્વ ઝોનના વહીવટી નંબર વોર્ડ નં- ૧, ૨ અને ૯ ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓની સ્વાસ્થ્યની સુરક્ષા માટે બોડી સેનેટાઈઝ કરવા માટે જરૂરી સેનેટાઇઝ યુનિટ ઊભું કરવા માટે ટેન્ડર પ્રક્રિયા વિના ઇજારદારને કામ સોંપવામાં આવ્યું હતું. ત્રણેય વોર્ડમાં યુનિટ બેસાડવા કુલ રૂપિયા ૭૫ હજારનો ખર્ચ થયો હતો તથા તેના માટે જરૂરી લિક્વિડ ૧૦૦ લીટર જેના પ્રતિ લીટર રૂપિયા ૫૫૦ મુજબ કુલ રૂપિયા ૧.૬૫ લાખનો ખર્ચ થયો હતો. આ મળી કુલ રૂ.૨.૪૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોરોના મહાકાળમાં કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વિના સમગ્ર કામગીરી થવા પાછળ આ ખર્ચ કરવામાં આવ્યો હતો. જીપીએમસી એક્ટની કલમ ૬૮સી મુજબ થયેલ ખર્ચ અંગેની જાણ થાય સમિતિને કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here