રાયફલ અને છ જીવતા કારતુસ કબજે ઉધના પાસેથી બોગસ ગન લાયસન્સ સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

0
21
Share
Share

સુરત,તા.૧૧

ઉધના દરવાજા સુમન દેસાઈની વાડી રૂપા નિવાસના એક ફ્લેટમાં દરોડા પાડી યુપીવાસી યુવકને બાર બોરની રાયફલ અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં યુપીવાસી યુવકને કલકત્તાના મિત્રએ રૂપિયા ૧૦ હજારમાં બિહારના શિવાન જિલ્લા મેજીસ્ટ્રેટના સહિ સિક્કા સાથેનું બોગસ ગન લાયસન્સ બનાવી આપ્યું હતું અને એ આધારે રાયફલ ખરીદી અડાજણમાં આવેલ બેંકમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

પોલીસને બાતમી મળી હતી કે ઉધના દરવાજા સુમન દેસાઈની વાડી રૂપા નિવાસમાં રહેતા મૂળ યુપીના ગાજીપુરના નંદગંદના રાજેશ શિવનંદન બિન્દ્રા બનાવટી ગન લાયસન્સ બનાવડાવી તેના આધારે ગન અને કારતુસ ખરીદી વરાછાની નૈતિક સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરે છે. એજન્સીના કોન્ટ્રાકટમાં અડાજણમાં આવેલા વરાછા કો.ઓ બેંકમાં ગનમેન તરીકે નોકરી કરે છે. જે બાતમીના આધારે રાજેશના ગન લાયસન્સની નકલ મેળવી ખરાઈ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શિવાન (બિહાર)માં મોકલાવી હતી. જેમાં રાજેશના નામે કોઈ રજીસ્ટ્રેશન થયું ન હોવાનું બહાર આવ્યું હતું.

રાજેશ બનાવટી ગન લાયસન્સ બનાવી તેના આધારે બાર બોરની ગન અને કારતુસ ખરીદ્યા હોવાનુ પુષ્ટિ થયા બાદ પોલીસે રાજેશને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એક ગન અને છ કારતુસ કબજે કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં રાજેશ બિન્દ્રાને બોગસ ગન લાયસન્સ તેના ઓળખીતા મેવારામ (રહે, ખાલવાડી કલકત્તા)ઓ ૨૦૦૪માં રૂપિયા ૧૦ હજાર, છ ફોટા અને ઓળખપત્રની નકલ આ્‌પ્યા બાદ બે મહિનામાં લાયસન્સ બનાવી આપ્યું હતું અને આ લાયસન્સની મદદથી કલકત્તાની ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાંથી સિંગલ બોર ૧૨ બોરની ગન અને અલગ અલગ જગ્યાથી કાર્ટીઝ ખરીદ્યાની કબૂલાત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here