રાયગઢમાં થયેલ અકસ્માતમાં જૂના અખાડાના મહંત સોમેશ્વર ગિરી સહિત ૫નાં મોત

0
22
Share
Share

અમદાવાદ,તા.૨૨

છત્તીસગઢના રાયગઢમાં થયેલા કંપારી છૂટી જાય તેવા અકસ્માતમાં અમદાવાદથી લખનૌ જઈ રહેલા પંચ દસાનન જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત ૫નાં મોત થયા છે. સોમેશ્વર ગિરી સિવાય અન્ય ચાર લોકો અક્માતમાં મૃત્યુ પામ્યા છે તેઓ ઈન્દોરના એક જ પરિવારના સભ્યો હતો. જેમાં પતિ-પત્ની અને તેમના બાળકોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ આ અકસ્માત રાયગઢમાં નેશનલ હાઈવે-૫૨ પર સર્જાયો હતો. જેમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં વધુ ૪ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં વેગનઆર કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. જ્યારે ઈનોવા કારમાં મહંત સોમેશ્વર ગિરી સવાર હતા, જેમનું અકસ્માતમાં નિધન થયું છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બે ગાડીઓ અથડાવાનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને રાહત કામગીરીમાં મદદે આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા મહંતને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here