રામ મંદિર નિર્માણ માટે રુ. ૧૧ લાખનું દાન આપતાં રાજયમંત્રી ચાવડા

0
27
Share
Share

જૂનાગઢ, તા.૧૮
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ નું ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. ત્યારે માણાવદર, મેંદરડા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ભાઈ ચાવડાએ રામ મંદિર નિર્માણ માટે રુ. ૧૧ લાખનું દાન આપ્યું છે.
ગુજરાતના પ્રવાસન મંત્રી અને માણાવદર, મેંદરડા વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન અંતર્ગત મેંદરડા કાર્યાલય ખાતે પહોંચી રુ. ૧૧ લાખનું દાન આપ્યું હતું.
જૂનાગઢઃ મનપાના ૩૭ કર્મચારીઓને કાયમી કયારે કરાશે ?

બે વખત ઠરાવ છતા કાયમી ન કરાતાં કર્મચારીઓમાં રોષ
૩૭ જેટલા જૂનાગઢ મનપાનાં કર્મચારીઓને સને ૨૦૨૦માં કાયમી કરવાનો ઠરાવ કરી દેવામાં આવ્યા છતાં હજુ સુધી કાયમી કરવામાં આવ્યાં નથી અને ઉપરથી બે બે વખત બાહેંધરી પત્ર માંગતા કર્મચારીઓમાં કચવાટ સાથે રોષ પ્રસર્યો છે.
જૂનાગઢ મહાનગર પાલિકામાં પાંચ વર્ષ કરતા પણ વધુ સમયથી ફિક્સ વેતનમાં ફરજ બજાવી રહેલા ૩૭ જેટલા કર્મચારીઓને કાયમી કરવા માટે સને ૨૦૨૦ માં જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. અને બાદમાં કર્મચારીઓને ઓર્ડર પહેલા ૩૦૦ રુપિયાનાં સ્ટેમ્પ પેપર ઉપર બાહેંધરી પર નોટરી કરી આપવાનું જણાવતા આવા તમામ કર્મીઓએ ખર્ચા કરી સોગંદનામા કરી આપ્યાં હતાં. પરંતુ આજ દિન સુધી આ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યાં નથી.
મનપા તંત્રને અધૂરામાં પૂરું કરવું હોય તેમ આ કર્મીઓએ એક વખત સોગંદનામા કરી આપ્યા બાદ ફરી કર્મચારીઓ પાસેથી બાહેંધરી પત્ર માંગવામાં આવ્યાં છે. તેમજ બાહેંધરી પત્રમાં કાયમી ભરતી કરવાની થાય ત્યારે હકક હિસ્સો રહેશે નહી તેવું લખાવી કર્મચારીનાં હક્ક ઉપર મનપા તરાપ મારવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારે મનપાનાં આ પ્રકારનાં નિર્ણયથી કર્મચારીઓમાં કચવાટ સાથે રોષ ફેલાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here