રામ મંદિર નિર્માણ કાર્ય માટે જૂનાગઢથી પવિત્ર જલ અને માટી મોકલાવાયા

0
8
Share
Share

જુનાગઢ તા. ૨૯

અયોધ્યામાં રામના મંદિર નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત માટે એક વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતભરના પવિત્ર યાત્રાધામો, તીર્થ સ્થાનોમાંથી પ્રસાદી સ્વરુપે પાવન માટી તથા પવિત્ર જળ એકત્રિકરણ માટે અખિલ ભારતીય સ્તરે સંતો તથા કેન્દ્રીય સમિતિએ આહ્વાન કરેલ છે ત્યારે વિહિપ મહાનગર જુનાગઢ દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. ગિરનાર ક્ષેત્રના અતિ પવીત્ર એવા દામોદર કૂંડના પવિત્ર જલ તથા ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ ધારાની જગ્યાની ગીરનાર ક્ષેત્રની પવિત્ર માટીનું  ગિરનાર પીઠાધીશ્વર, મહામંડલેશ્વર જયશ્રીકાનંદગીરીજી, અંબાજી મંદીરના મહંત તનસુખગીરી બાપુ, ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ, સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને ધર્મ કીશોર સ્વામી તથા સંત ગણ દ્વારા ભૂદેવોના વિધિવત, શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે  પૂજન અને અર્ચન કરી પવિત્ર અને પાવનકારી માટી તથા ઉન્મત નદીનું ભગવાનને અભિષેક કરેલ પવિત્ર જળ તાંબાની લોટીમાં પુજન સાથે વિધીવત રીતે અર્પણ કરવામાં આવેલ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here