રામ્યાએ સૈલાજા રેડ્ડીમાં કામ કરવા માટે ૧.૫૦ કરોડ લીધા

0
12
Share
Share

એક દિવસના શૂટિંગ માટે ૬ લાખ રૂપિયા વસૂલ્યા
રામ્યા ખલનાયક, ક્રિમિનલ, શપથ તેમજ બડે મિયાં છોટે મિયાં જેવી મોટી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકી છે
મુંબઈ,તા.૧૬
આજે બાહુબલીની શિવગામી દેવી રામ્યા કૃષ્ણનનો જન્મદિવસ છે. દેશની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક રામ્યા કૃષ્ણન આજે ૫૦ વર્ષની થઈ ગઈ છે. પરંતુ જ્યારે ઉંમર વધવાની સાથે અભિનેત્રીઓની ફી ઓછી થઈ જાય છે, ત્યારે રામ્યા કૃષ્ણન એક અલગ ઉદાહરણ આપે છે. આજે ૫૦ વર્ષની ઉંમરે પણ રામ્યા સાઉથની ટોચની અભિનેત્રીઓ કરતા વધુ પૈસા લે છે. સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મ ’બાહુબલી’માં કામ કરતા બધાં કલાકારોને આજે દુનિયામાં નવી ઓળખ મળી છે. ફિલ્મ હિટ થઈ તે બાદથી જ ફિલ્મમાં કામ કરનારા તમામ કલાકારોની ફીમાં પણ વધારો થયો છે અને આમાંથી જ એક એક્ટ્રેસ છે રામ્યા કૃષ્ણન. રામ્યાએ ’બાહુબલી ૧’ અને ’બાહુબલી ૨’ બંનેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ’શિવગામી’ દેવીના રૂપમાં આ ફિલ્મમાં જોવા મળેલા રામ્યાના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. જે બાદ રામ્યાએ તેની ફીમાં વધારો કર્યો છે. રામ્યા તેની ફિલ્મો માટે સાઉથની અભિનેત્રી તમન્ના ભાટિયા અને રકુલ પ્રીત સિંહ કરતા વધારે ચાર્જ લે છે. હાલમાં જ એક સમાચારના અહેવાલ મુજબ, રામ્યાએ તેલુગુ ફિલ્મ ’સૈલાજા રેડ્ડી અલ્લુદુ’માં કામ કરવા માટે એક દિવસના શૂટિંગ માટે ૬ લાખ રૂપિયા વસૂલ્યા હતા. આ ફિલ્મ માટે ૨૫ દિવસ શૂટિંગ કરવાનો કરાર થયો છે. આ રીતે તેણે ૨૫ દિવસ માટે ૧.૫૦ કરોડ રૂપિયા ચાર્જ લીધો. તેના દ્વારા લેવામાં આવતી ફી સાઉથની ટોચની અભિનેત્રી કરતા ઘણી વધારે છે. સામાન્ય રીતે અભિનેત્રી તમન્ના ભાટિયા એક ફિલ્મ માટે ૬૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે અભિનેત્રી રકુલ પ્રીત એક ફિલ્મ માટે ૧ કરોડ સુધીનો ચાર્જ લે છે. રામ્યાએ ખલનાયક, ક્રિમિનલ, શપથ અને બડે મિયાં છોટે મિયાં જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આટલી સારી ફિલ્મો કર્યા પછી પણ તેણે બોલિવૂડથી બ્રેક કેમ લીધો? તો રામ્યાએ કહ્યું હતું કે, મેં બ્રેક નથી લીધો. હકીકતમાં, મારી ફિલ્મો સારી નહોતી ચાલી રહી અને મેં ઓર્સમાં (જે તેને આવી હતી) રસ લીધો નહોતો. આ દરમિયાન હું દક્ષિણ ભારતીય ફિલ્મોમાં બહુ જ સારું કામ કરી રહી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here