રામોલમાં રાત્રે પતંગ બજારો ખુલ્લી રહેતા નિયમ ભંગ, વીડિયો વાઇરલ

0
18
Share
Share

અમદાવાદ,તા.૧૩
રાજ્યમાં ઉત્તરાયણના તહેવારને લઈ સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ૧૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી રાત્રી કરફ્યુનો કડક અમલ કરાવવામાં આવશે તેવું કહ્યું હતું, પરંતુ અમદાવાદ શહેરમાં રામોલ-સીટીએમ વિસ્તારમાં રાત્રી કરફ્યુ અને કોરોનાની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં સીટીએમ વિસ્તારમાં સિંધવાઈ માતાના મંદિર નજીક પ્રદ્યુમન સોસાયટી સામે રાતે ૧૧ વાગ્યે પણ પતંગના સ્ટોલ ચાલુ રહેલા જોવા મળે છે. હરજીન્દર સબરવાલ નામના વ્યક્તિએ આ વીડિયો અમદાવાદ પોલીસને ટ્‌વીટ પણ કર્યો છે.
આ મામલે શું ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાન આપશે? ઉત્તરાયણના તહેવારમાં કોરોના વધુ ન ફેલાય તેની તકેદારી રાખી અને ખરીદી દરમ્યાન રાતે પતંગો લેવા ભીડ ન જામે તેને ધ્યાનમાં રાખી સરકારે રાત્રી કરફ્યુ કડક કરવામાં આવશે તેવી હાઇકોર્ટમાં રજુઆત કરી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી જમીન મામલે વિવાદમાં આવેલા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એસ.દવે રાત્રી કરફ્યુનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
રામોલ વિસ્તારમાં રાત્રી કરફ્યુ હોય નહીં તેવો માહોલ છે. સીટીએમ વિસ્તારમાં સિંધવાઈ માતાના મંદિર નજીક પ્રદ્યુમન સોસાયટી સામે ૧૨ જાન્યુઆરીના રોજ રાતે ૧૧ વાગ્યે પણ પતંગના સ્ટોલ ચાલુ હોવા અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને હરજીન્દર સબરવાલ નામના વ્યક્તિએ આ વીડિયો અમદાવાદ પોલીસને ટ્‌વીટ કરી માહિતી પણ આપી છે. રામોલ પોલીસ રાત્રી કરફ્યુના પાલન કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ છે. શું રામોલ પોલીસ રાત્રી કરફ્યુમાં પણ હપ્તા લઈ આવી દુકાનો ચાલુ રાખવાની પરમિશન આપે છે?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here