રામોદમાં પરિણીતાએ એસીડ પી લેતાં સારવારમાં મોત

0
22
Share
Share

કોટડાસાંગાણી, તા.૯

કોટડાસાંગાણીના રામોદમાં રહેતી પટેલ નવોઢાએ છાતીમાં દુઃખાવો સહન ન થતા એસીડ પી લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ રામોદગામમાં રહેતી પિનલ અજયભાઈ શેખડા (ઉ.વ.૨૨)એ ગઈકાલે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક પીનલ ગોંડલના બાંદ્રા ગામે માવતર ધરાવતી હતી. તેના છ માસ પહેલા જ લગ્ન થયા હતા. તેને ત્રર માસથી છાતીમાં દુઃખાવો થતો હોઈ તે સહન ન થતાં તેણીએ આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઈએ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here