રામેશ્વરમ સૌથી પવિત્ર જગ્યા છે

0
24
Share
Share

રામેશ્વરમ જવાનો આદર્શ સમય ક્યો છે તેની ચર્ચા હમેંશા રહે છે
રામેશ્વરમમાં સ્તિત અલગ અલગ મંદિરોમાં દર્શન ઉપરાંત સેંકડો બીચ પર જઇને કુદરતી ખુબસુરતીના નજારાને માણી શકાય છે
ભારતના દક્ષિણના હિસ્સામાં સ્થિત રામેશ્વરમને હિન્દુ માટે દેશના સૌથી પવિત્ર સ્થળો પૈકી એક તરીકે ગણવામા આવે છે. તે ચાર ધામ તીર્થ યા૬ા પૈકી એક તરીકે પણ મોટા ભાગના લોકો ગણે છે. તમામને રામેશ્વરમના સંબંધમાં કેટલીક માહિતી હજુ પણ નથી. આપને આ બાબત જાણીને હેરાની થશે કે રામેશ્વરમ અને તેની આસપાસમાં એક બે નહીં બલ્કે ૬૪ કરતા પણ વધારે તીર્થસ્થાનો આવેલા છે. કેટલાક નાના મોટા મંદિરો પણ આવેલા છે. રામેશ્વરમ ભલે એક લોકપ્રિય સ્થળોમાં સામેલ નથી પરંતુ ભારતમાં તમામ લોકોમાં તે ફેવરીટ સ્થળ તરીકે ચોક્કસપણે છે. રામેશ્વરમમાં જોવાલાયક એટલી જગ્યાએ છે કે લોકો અથવા પ્રવાસી તમામ પ્રભાવિત થઇ શકે છે. રામેશ્વરમમાં તમામ લોકો અતિ વ્યસ્ત રહી શકે છે. રામેશ્વરમાં જુદા જુદા અલગ અલગ પ્રકારના ખુબસુરત મોટા ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. રામેશ્વરમમાં મોટી સંખ્યામાં મંદિરોની સાથે સાથે અહીં રહેલા સેંકડો બીચ પર જઇને કુદરતી ખુબસુરતની મજા માણી શકાય છે. ઘનુષકોડીમાં જઇને ડુબકી લગાવી શકાય છે. પમ્બન બ્રિજના શાનદાર નજારાને જોઇ શકાય છે. સી વર્સલ્ડ એક્વેરિયમમાં અક્વા મરીન લાફિની મજા માણી શકાય છે. સાથે સાથે અરિયમન બીચ પર જઇ શકાય છે. જ્યાં પહોંચીને આપનો દિવસ કઇરીતે પસાર થઇ જશે તેની ખબર પણ પડી શકે નહીં. રામેશ્વરમ તમિળનાડુના શહેર તરીકે છે. અહીં ગરમીના ગાળામાં તાપમાન ૨૭થી ૪૦ ડિગ્રી વચ્ચે રહે છે. અહીં તાપ ખુબ તીવ્ર રહે છે. જેથી ગરમીની સિઝનમાં રામેશ્વરમ ન જવાની સલાહ આપવામાં આવે છે. જો કે રામેશ્વરમમાં સરેરાશ વરસાદ થાય છે. જેથી વરસાદની સિઝનમાં ફરવામાં મજા આવે છે. વરસાદની સિઝનમાં રામેશ્વરમ જવાની મજા અલગ છે. અલબત્ત રામેશ્વરમમાં ફરવા માટે સૌથી આદર્શ સમય ઠંડીના દિવસોના રહે છે. એ વખતે માહોલ ખુબ ગલાબી રહે છે. રામેશ્વરમ જવા માટે સૌથી યોગ્ય સમય ઓક્ટોબર મહિનાથી લઇને માર્ચ મહિનાનો સમય રહે છે. આ ગાળા દરમિયાન રામેશ્વરમ જવા માટેના શાનદાર પ્લાનનુ આયોજન કરી શકાય છે. ઠંડીના સિઝનમાં રામેશ્વરમના પીક ટ્યુરિસ્ટ સિઝન રહે છે. ઠંડીના દિવસોમાં અહીં તાપમાન સરેરાશ ૧૫થી ૧૭ ડિગ્રી વચ્ચે રહે છે. આ ગાળા દરમિયાન તમે સમગ્ર રામેશ્વરમની યા૬ા કરી શકો છો. સાથે સાથે આઉટડોર પ્રવૃતિમાં સામેલ થઇ શકો છો. ભારતમાં હિન્દુ સમુદાયના લોકોમાં રામેશ્વમરને એક ધાર્મિક પવિત્ર સ્થળ તરીકે પણ ગણવામાં આવે છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો પોતાના સગા સંબંધીના અવસાન બાદ અસ્થિતી વિસર્જન માટે પણ અહીં આવે છે. સેંકડો બીચ હોવાના કારણે ભારતમાં આને સૌથી શાનદાર સ્થળ પૈકી એક તરીકે સરળતાથી ગણી શકાય છે. રામેશ્વરમમાં ફરવા માટે એટલા સ્થળ છે કે લોકો તેનાથી પ્રભાવિત થયા વગર રહી શકે તેમ નથી. ખાસ કરીને ખુબસુરત બીચ કુદરતી નજારાને દર્શાવે છે.દેશના જુદા જુદા ભાગોમાંથી હજારોની સંખ્યામાં લોકો રામેશ્વરમ ખાતે પહોંચે છે. આ સંખ્યા હવે વધી રહી છે. કારણ કે પ્રવાસી સ્થળ તરીકે રામેશ્વરમને વિકસિત કરવા માટેના પ્રાસ છેલ્લા કેટલાક સમયથી વધારે તીવ્ર કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર કેન્દ્રમાં સત્તારૂઢ થયા બાદ પ્રવાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.જેથી આ દિશામાં ઝડપથી પહેલ થઇ રહી છે. રામેશ્વરમની ચર્ચા હવે દરેક ભારતીય વારંવાર કરે છે. દેશના દે રાજ્યોમાં ખુબસુરત બીચ રહેલા છે તે પૈકી તમિળનાડુના શહેર રામેશ્વરમ ખાતે પણ બીચ રહેલા છે. અહીં ફરવા માટે સૌથી વધારે લોકો ઠંડીના દિવસોમાં આવે છે. એ વખતે તાપમાન ખુબ આદર્શ રહે છે. રામેશ્વરમ જઇને તેની તમામ માહિતી મેળવી લેવામાં આવે તે પણ જરૂરી છે. રામેશ્વરમાં દરિયા કિનારે ફરવા માટેની પણ મજા અલગ છે. વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસી રામેશ્વરમ ખાતે પહોંચ છે. અહીં વિમાની, માર્ગ રસ્તા મારફતે સરળતાથી પહોંચી શકાય છે. રામેશ્વમરને તમામ મોટા શહેરો જોડે તેવી વ્યવસ્થાકરવામાં આવી છે.
તીર્થયાત્રા યોજનાને લઇને ક્રેઝ
રામેશ્વરમ, શિરડી, તિરૂપતિના દર્શન થશે
મુખ્યપ્રધાન તીર્થ યાત્રા યોજનામાં સામેલ કરવામાં આવેલા દક્ષિણ ભારતના સાત નવા રૂટ માટે ૧૫ દિવસ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. નવા રૂટને લઇને વરિષ્ઠ લોકો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે સૌથી વધારે અરજી રામેશ્વરમ તીર્થ સ્થળો માટે આવી રહ્યા છે. રામેશ્વરમ ઉપરાંત તિરુપતિ, શિરડી સહિ સાત નવા તીર્થસ્થળોની યાત્રાને સામેલ કરવામાં આવ્યા છે. દિલ્હી તીર્થયાત્રા વિકાસ સમિતિના અધ્યક્ષ કમલ બંસલે કહ્યુ છે કે હવે ટ્રેનો જવાની શરૂઆત કરવામાં આવનાર છે. ત્યારબાદ તીર્થયાત્રા પર મોકલવાનો સિલસિલો જારી રહેશે. દિલ્હી-રામેશ્વરમ-મદુરાઇ યાત્રા આઠ દિવસ માટેની રહેનાર છે. રામેશ્વરમની યાત્રા માટે સૌથી વધારે અરજી આવી છે. હજુ સુધી ૧૯૦૦ કરતા વધારે શ્રદ્ધાળુઓ દ્વારા રામેશ્વરમ જવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી ચુકી છે. આ રીતે આ રૂટ પર બે ટ્રેનોના શેડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યા છે.મુખ્યપ્રધાન કેજરીવાલે તિરુપતિ, રામેશ્વરમ માટે ખાસ ટ્રેનોની માંગ કરી હતી. વૈષ્ણોદેવી યાત્રા માટે પણ ટ્રેન રાખવામાં આવી છે. રામેશ્વરમ, તિરપતિ બાલાજી, જગન્નાથ પુરી, દ્ધારકાધીશ -નાગેશ્વરમ સોમનાથ, શિરડી ટ્રેન પણ દોડાવવામાં આવનાર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here