રાપર : ગેડી ગામે પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ આરતો શખ્સ

0
21
Share
Share

ભુજ, તા.૨૬

રાપર તાલુકાના ગેડી ગામે રહેતી ૨૫ વર્ષની પરિણીતાનું ગામના જ પરિણીત યુવકે છરીની અણીએ અપહરણ કરી રાજસ્થાન લઈ જઈને દુષ્કર્મ ગુર્જાયું હોવાનો બનાવ રાપર પોલીસ મથકે દજર્ થયો છે. અપહરણ-દુષ્કર્મના બનાવમાં યુવકને તેના પિતરાઈ ભાઈઓએ પણ મદદ કરી પોતાનુ પરિણીતાએ જણાવતા પોલીસે બે સહોદર સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધી છે. પોલીસે કેશુ બાઉભાઈ મેર, વેલજી માદેવા મેર, રવિલાલ માદેવા મેર અને મહેશ ખીમા મેર સામે ફરીયાદ નોંધી છે.

ફરિયાદમાં પરિણીતાએ લખાવ્યું છે કે કેશુ મેરે આજથી બે એક વર્ષ અગાઉ તે ઘરે એકલી હતી ત્યારે એકલતાનો ગેરલાભ લઈ દુષ્કર્મ આચર્યું હતુ. તે સમયે કેશુએ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી બનાવ અંગે કોઈને વાતના કરવા જણાવી તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. દરમિયાન ગત તા.૨૨મીની રાત્રે ૧૧ વાગ્યે કેશુએ ફોન કરી ભોગ બનનારને તેના ઘરના વાડા પાસે બોલાવી હતી ત્યાં કેશુ મેર સાથે અગાઉથી જ અન્ય સહઆરોપીઓ હાજર હતા. કેશુએ તેને છરી બતાડી, મોંઢે ડુચો મારી એક સફેદ ગાડીમાં પરાણે બેસાડી હતી. આ સમયે અન્ય આરોપીઓએ પણ કેશુને મદદ કરી હતી ત્યારબાદ કેશુ તેનુ અપહરણ કરી રાજસ્થાનના કોઈ અજાણ્યા શહેરમાં લઈ ગયો હતો જ્યાં એક મકાનમાં તેની દુષ્કર્મ આચર્યું હતુ. બનાવ અંગે રાપર પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here