રાપર : ગાગોદર ગામે બે બંધ મકાનમાં ૧૩ લાખની ઘરફોડ ચોરી

0
14
Share
Share

ભુજ, તા.૧૭

રાપર તાલુકાના ગાગોદર ગામમાં તસ્કરોએ હંમેરની જેમ મોટો હાથ માર્યો છે જેમાં બે બંધ મકાનમાંથી રૂા.૧૩ લાખની માલમત્તા ચોર ઉસેડી જતા લોકોમાં ભય ફેલાયો હતો. આ બનાવ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગાગોદરના ગોકુળધામ વિસ્તારમાં રહેતા બે પરિવારો ગત બપોરે ખેતરે હતા તે દરમિયાન બે વાગ્યા પહેલા જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનુ પરિવારે જણાવ્યું હતુ. જેમાં અબાંવીભાઈ જેશાભાઈ આરેઠિયાના બંધ મકાનમાં ઘર વખરી વેર વિખેર કરી તસ્કરોએ પાંચ તોલાનુ મંગળ સુત્ર, ત્રણ તોલાની રામરામી, અઢી તોલા મોનપગલું, અડધા તોલાનો ચેન, દોઢ તોલાની ૫ વીંટી, બે ગ્રામની કોડી અને ૯ ગ્રામની બે બુટ્ટી મળી ૧૪ તોલા સોનુ, ૨૫૦ ગ્રામ ચાંદીના ઝાંઝર, ૫૦ ગ્રામ ચાંદીનો બે સાંકળા, ૫૦ ગ્રામ ચાંદીની એક પોમી મળી ૩૫૦ ગ્રામ ચાંદી તેમજ રૂા.૨,૦૦,૦૦૦ રોકડાની ચોરી કરી ગયા હતા. તો બાજુમાં જ રહેતા કરશનભાઈ બાઉભાઈ આરેઠિયાના બંધ મકાનમાંથી તસ્કરો ૨ તોલાનો હાર, ૧ તોલા ચેન, ૨ વીંટી, ૨ તોલા મંગળસુત્ર મળી ૫ તોલા, ૧ કિલો કડલા, ૨૫૦ ગ્રામ વીટીં મળી તેમજ રૂા.૧૦,૦૦૦ રોકડાની ચોરીને અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતા પોલીસે ઘટના સ્થળે જઈ સીસી ટીવી ફુટેજ સહિતની તપાસ આદરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here